ટેક્સપેયર્સ માટે રાહતના સમાચાર? સોના-ચાંદીને છોડો, સરકાર 1 ફેબ્રુઆરીએ ‘ઇન્કમ ટેક્સ’ અંગે કરી શકે છે ‘મોટું એલાન’

બજેટ 2026 ની તૈયારી વચ્ચે 1 ફેબ્રુઆરીના રોજ સરકાર 'ઇન્કમ ટેક્સ' અંગે મોટી જાહેરાત કરશે તેવી શક્યતા જોવા મળી રહે છે. જો કે, સરકાર આવકવેરા અંગે શું નિર્ણય લેશે, તે તો તેમના હાથમાં જ છે.

| Updated on: Jan 18, 2026 | 4:23 PM
1 / 9
નવી ટેક્સ વ્યવસ્થા (New Tax Regime) ધીરે-ધીરે ટેક્સપેયર્સ વચ્ચે લોકપ્રિય થઈ રહી છે. શરૂઆતમાં આને એક જટિલ વિકલ્પ માનવામાં આવતો હતો પરંતુ બજેટ 2025માં ટેક્સ સ્લેબ (Tax Slab) વધારવા અને રિબેટમાં ફેરફાર કર્યા પછી, તે ઘણા લોકો માટે 'ડિફોલ્ટ' વિકલ્પ બની ગયો છે.

2 / 9
હવે જ્યારે આ વર્ષે વધુ કરદાતાઓ તેના હેઠળ રિટર્ન ફાઇલ કરવાના છે, ત્યારે બધાની નજર બજેટ 2026 (કેન્દ્રીય બજેટ) પર છે કે, તેને કેવી રીતે વધુ સારું બનાવી શકાય?

3 / 9
રિપોર્ટ અનુસાર, સરકારનું ધ્યાન એક સ્પષ્ટ અને કોઈ પણ પ્રકારના કપાત (Deduction) વગરની ટેક્સ સિસ્ટમ પર છે. જો કે, તેમ છતાંય જૂની ટેક્સ વ્યવસ્થા (Old Tax Regime) સંપૂર્ણપણે અપ્રસ્તુત (Irrelevant) બની નથી. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થકેર પાછળનો ખર્ચ, મેડિકલ ઇન્સ્યોરન્સ અને વ્યાજ આધારિત આવક જેવા પાસાઓ જૂની વ્યવસ્થાને હજુ પણ આકર્ષક બનાવે છે.

4 / 9
એવામાં અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, બજેટ 2026 માં નવી ટેક્સ વ્યવસ્થામાં એ રીતે ફેરફાર કરવામાં આવે કે, જેથી કોઈ પણ વર્ગ પાછળ રહી ન જાય. નવી ટેક્સ વ્યવસ્થાની સૌથી મોટી ખામી તેમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી કપાત (Deduction) નો અભાવ છે. હાલમાં તેમાં માત્ર સ્ટાન્ડર્ડ ડિડક્શન (Standard Deduction) અને એમ્પ્લોયર (નિયોક્તા) તરફથી NPS માં યોગદાન પર જ છૂટ મળે છે.

5 / 9
HRA (હાઉસ રેન્ટ એલાઉન્સ) અને મેડિકલ ઇન્સ્યોરન્સ જેવી સુવિધાઓ તેમાં જોડવામાં આવી નથી. નિષ્ણાતોનું માનવું છે કે, મર્યાદિત અને જરૂરી કપાતને પાછી લાવવાથી આ વ્યવસ્થા વધુ વ્યવહારુ બની શકે છે. એક્સપર્ટનું કહેવું છે કે, HRA અને મેડિકલ ઇન્સ્યોરન્સ જેવી મર્યાદિત છૂટ નવી ટેક્સ વ્યવસ્થાને સરળ રાખવાની સાથે વધુ આકર્ષક બનાવી શકે છે.

6 / 9
વધતી જતી હેલ્થકેર કિંમતોને જોતા મેડિકલ ઇન્સ્યોરન્સ (તબીબી વીમો) એક મોટો ખર્ચ બની ગયો છે. ડેલોઈટ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નીતિન બૈજલનું કહેવું છે કે, નવી ટેક્સ વ્યવસ્થામાં મેડિક્લેમ ડિડક્શન (કપાત) ની ગેરહાજરી એક મોટી ખામી છે. સ્ટાન્ડર્ડ ડિડક્શન (Standard Deduction) આ વ્યવસ્થામાં રાહત મેળવવાનું મુખ્ય સાધન છે.

7 / 9
નિષ્ણાતોનું માનવું છે કે, મોંઘવારી અને વધતા જીવનનિર્વાહ (Living) ખર્ચને ધ્યાનમાં રાખીને તેમાં વધારો કરી શકાય છે. નીતિન બૈજલના જણાવ્યા અનુસાર, સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવાથી કોઈપણ વધારાની જટિલતા વગર દરેકને રાહત મળી શકે છે.

8 / 9
એજ્યુકેશન લોન (Education Loan) અને હોમ લોન (Home Loan) સાથે જોડાયેલા ટેક્સ ફાયદાઓ અત્યારે માત્ર જૂની ટેક્સ વ્યવસ્થા (Old Tax Regime) સુધી જ મર્યાદિત છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આ ફાયદાઓ બેંકો અને ઔપચારિક સિસ્ટમ (Formal System) સાથે જોડાયેલા હોવાથી તેને નવી ટેક્સ વ્યવસ્થામાં સમાવવાનું સરળ બની શકે છે.

9 / 9
વરિષ્ઠ નાગરિકો (Senior Citizens) માટે નવી ટેક્સ વ્યવસ્થા હજુ પણ ઓછી આકર્ષક છે. આમાં ન તો વધારે બેઝિક છૂટ મળે છે અને ન તો હેલ્થ ઇન્સ્યોરન્સની કપાત (Deduction) મળે છે.