
શિવાલિક સ્મોલ ફાઈનાન્સ બેંક સામાન્ય રોકાણકારોને 3.50 ટકાથી 8.70 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. બેંક વરિષ્ઠ નાગરિકોને 4 ટકાથી 9.20 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. બેંકમાં સૌથી વધારે વ્યાજ 12 મહિનાથી 18 મહિનાની FD પર મળે છે. બેંકમાં 5 વર્ષની FD પર 7 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. બેંકે 2 માર્ચે વ્યાજદરોમાં ફેરફાર કર્યો હતો.

સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક રોકાણકારોને 4 ટકાથી 9.01 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. વરિષ્ઠ નાગરિકોને 4.40 ટકાથી 9.25 ટકા સુધી વ્યાજ મળી રહ્યું છે. બેંકમાં સૌથી વધારે વ્યાજ 9.25 ટકાની ફિક્સ્ડ ડિપોઝિટ પર આપવામાં આવે છે. બેંકમાં 5 વર્ષની FD પર 8.25 ટકા વ્યાજ આપવામાં આવે છે. બેંકે 1 માર્ચે વ્યાજદરોમાં ફેરફાર કર્યો હતો.