
નાણાકીય વર્ષ 2023-24માં, લગભગ 90 લાખ લોકોએ ઓટો ક્લેમ સેટલમેન્ટનો લાભ લીધો હતો, જે 2024-25માં વધીને 2 કરોડ થઈ શકે છે. આ ડેટા દર્શાવે છે કે ડિજિટલ પ્રક્રિયાથી લોકોને કેટલો ફાયદો થયો છે.

અગાઉ, 1 લાખ રૂપિયાથી વધુ ઉપાડ માટે, EPFO ઓફિસમાં જઈને ભૌતિક ચકાસણી કરાવવી જરૂરી હતી, જે આ મર્યાદા વધ્યા પછી હવે જરૂરી રહેશે નહીં. એટલે કે હવે ફક્ત 3 દિવસમાં તમને કોઈપણ દસ્તાવેજ વિના તમારા કામ માટે તમારા ખાતામાં જમા રહેલી રકમમાંથી રૂપિયા 5 લાખ મળી શકશે.

EPFO, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ના સહયોગથી, એવું ટેકનિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યું છે, જે જૂન 2025 થી, ATM અને UPI દ્વારા પણ PF ની રકમ ઉપાડી શકાશે. આ પધ્ધતિ એટીએમ દ્વારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા જેવું જ હશે. આ દરખાસ્તને CBT (સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ) ની આગામી બેઠકમાં અંતિમ મંજૂરી મળી શકે છે.