ગુજરાતના 5 લાખથી વધુ ખેડૂતો માટે ખુશીના સમાચાર, મોદી સરકારે શેરડીના ખરીદ ભાવમાં કર્યો 8 ટકાનો વધારો
PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલા ખેડૂતો માટે સરકારે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે શેરડીના ખરીદ ભાવમાં વધારો કરતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે. સરકારે પ્રતિ ક્વિન્ટલ 25 રૂપિયાનો વધારો કર્યો છે. ત્યારે ગુજરાતમાં શેરડી પકવતા 5 લાખથી વધુ ખેડૂતોને પણ આનો લાભ મળશે.