
બ્રોકરેજનું કહેવું છે કે, તહેવારની સિઝનમાં સ્ટ્રેટેજિક કેમ્પેઇન, નવા ડિઝાઇનની લોન્ચિંગ અને ધનતેરસ તથા દિવાળી દરમિયાન ગ્રાહકોની વધેલી ભાગીદારીથી કંપનીની ગ્રોથને મજબૂતી મળી છે.

બ્રોકરેજ મુજબ, કંપનીએ ક્વાર્ટર દરમિયાન 4 નવા શો-રૂમ ખોલ્યા, જેનાથી કંપનીના કુલ સ્ટોર્સની સંખ્યા 196 થઈ ગઈ. નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ નવ મહિના દરમિયાન, કંપનીએ 11 ફ્રેન્ચાઇઝ સ્ટોર્સ અને 5 કંપની માલિકીના સ્ટોર્સ ખોલ્યા. આ સિવાય, કંપની COCO અને FOCO મોડેલ્સ હેઠળ 3 થી 4 વધુ શો-રૂમ ખોલવાની યોજના ધરાવે છે, જે તેને 200 શો-રૂમના ટાર્ગેટ સુધી પહોંચવામાં મદદ કરશે.

જ્વેલરી બનાવતી કંપનીના શેર તેના 52-વીકના હાઇ રૂ. 580 થી લગભગ 45% નીચે ટ્રેડ થઈ રહ્યા છે. શેરનો 52-વીકનો લો (Low) રૂ. 227 છે. તાજેતરના પ્રદર્શન પર નજર કરીએ તો, એક મહિનામાં શેરમાં 16.82% નો વધારો થયો છે. 3 મહિનામાં શેરમાં 3.45% નો વધારો થયો છે, જ્યારે 6 મહિનામાં શેરનું પ્રદર્શન સ્થિર રહ્યું છે. નોંધનીય છે કે, એક વર્ષમાં શેરના ભાવમાં 37.57% નો ઘટાડો થયો છે.

હાલમાં એટલે કે આજે 07 જાન્યુઆરીના રોજ Senco Gold ના શેર રૂ. 362 ના ભાવે બંધ થયા હતા. મળતી માહિતી મુજબ, કંપનીની માર્કેટ કેપ ₹ 5,918 કરોડ જેટલી આસપાસ છે.