Gold-Silver Rate Today: સોનાના ભાવમાં મોટો કડાકો, ચાંદી પણ ગગડી! PM મોદીની વાત માનનાર બચી ગયા

26 નવેમ્બરની સવારે દેશનાં અનેક શહેરોમાં સોનાના ભાવ ઘટ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,23,420 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.

| Updated on: Nov 26, 2026 | 9:06 AM
1 / 7
દેશમાં સોનાના ભાવમાં ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે. 26 નવેમ્બરની સવારે દેશનાં અનેક શહેરોમાં સોનાના ભાવ ઘટ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,23,420 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. જ્યારે મુંબઈમાં સોનાની કિંમત ₹1,23,270 પ્રતિ 10 ગ્રામ છે. એક દિવસ પહેલાં દિલ્હીના સરાફા બજારમાં 99.9 ટકા શુદ્ધતા ધરાવતા સોનાના ભાવમાં ₹800નો ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં સોનાની નબળાઈની અસર ભારતીય બજારોમાં પણ જોવા મળી રહી છે.

2 / 7
દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,23,420 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,13,140 છે.(ફોટો ક્રેડિટ- File Image)

3 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,12,990 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,23,270 છે.(ફોટો ક્રેડિટ- File Image)

4 / 7
 હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,13,040 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,23,320 છે. (ફોટો ક્રેડિટ- File Image)

5 / 7
આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું (સ્પોટ ગોલ્ડ) $3,547.29 પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. અમેરિકન ટ્રેઝરી બોન્ડ પર ઊંચા વ્યાજદર, ડોલરની મજબૂતી અને લાંબા સમય સુધી કડક નાણાકીય નીતિ જળવાઈ રહેવાની આશંકા વચ્ચે રોકાણકારો સતત વેચવાલી કરી રહ્યા છે. તેના કારણે કિંમતી ધાતુઓના ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે.

6 / 7
 બીજી કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ ઘટાડો યથાવત્ છે. 26 નવેમ્બરની સવારે ચાંદીનો ભાવ ₹1,64,900 પ્રતિ કિલોગ્રામ નોંધાયો છે. એક દિવસ પહેલાં દિલ્હીના સરાફા બજારમાં ચાંદીની કિંમતમાં ₹7,000નો મોટો ઘટાડો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદી એટલે કે સ્પોટ સિલ્વરનો ભાવ $40.68 પ્રતિ ઔંસ છે.

7 / 7
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન વિદેશમાં રાખવામાં આવેલું 60.08 ટન સોનું પરત લાવીને દેશમાં જ રાખ્યું છે. RBI દ્વારા વિદેશી મુદ્રા ભંડારના સંચાલન અંગે જાહેર કરવામાં આવેલા છમાસિક અહેવાલ અનુસાર, દેશમાં રાખવામાં આવેલા સોનાનો જથ્થો સપ્ટેમ્બર 2026માં વધીને 740.13 ટન થયો છે, જે માર્ચ 2026માં 680.05 ટન હતો.

Published On - 9:03 am, Thu, 26 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.