
સોનાના ભાવમાં વધુ ઘટાડો નોંધાયો છે. 23 નવેમ્બરની સવારે દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹125220 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત ₹114790 પ્રતિ 10 ગ્રામ છે. ગયા અઠવાડિયે દેશમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹12540 સુધી નીચે આવ્યો હતો.

જ્યારે 22 કેરેટ સોનાની કિંમતમાં પણ ઘટાડો થતાં તે ₹11500 સુધી પહોંચી હતી. આ વર્ષે જાન્યુઆરીના અંતમાં દિલ્હીના સરાફા બજારમાં સોનું ₹1.83 લાખ પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 29.3 ટકાનો ઘટાડો નોંધાયો છે.

દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,25,220 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,14,790 છે.(ફોટો ક્રેડિટ- File Image)

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,14,640 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,25,070 છે.(ફોટો ક્રેડિટ- File Image)

હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,14,690 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,25,120 છે. (ફોટો ક્રેડિટ- File Image)

બીજી કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ ઘટાડો યથાવત્ છે. 23 નવેમ્બરે ચાંદીનો ભાવ ₹174900 પ્રતિ કિલોગ્રામ નોંધાયો છે. ગયા અઠવાડિયે તેની કિંમતમાં ₹20000નો ઘટાડો થયો હતો. આ વર્ષે 29 જાન્યુઆરીએ ચાંદીએ પણ ₹4.04 લાખ પ્રતિ કિલોગ્રામની રેકોર્ડ ઊંચી સપાટી બનાવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં 61 ટકાનો મોટો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદી એટલે કે સ્પોટ સિલ્વરનો ભાવ પ્રતિ ઔંસ $40.99 નોંધાયો છે.

ચોઇસ બ્રોકિંગનાં કોમોડિટી ટેકનિકલ એનાલિસ્ટ કાવેરી મોરેના જણાવ્યા અનુસાર, અમેરિકન ડૉલરની મજબૂતી અને ટ્રેઝરી બોન્ડની વધતી યીલ્ડને કારણે સોનાની ચમક ફીકી પડી છે. અમેરિકન ફેડરલ રિઝર્વના કડક વલણને કારણે વ્યાજદરમાં ઘટાડો થવાની આશા નબળી પડી છે, જેના પરિણામે સોનાના ભાવ પર દબાણ વધ્યું છે. કાવેરી મોરેના મતે, હાલ ટૂંકા ગાળામાં સોના અને ચાંદી બંનેનો ટ્રેન્ડ નબળો રહેવાની શક્યતા છે.