Gold-Silver Rate Today: સોનાના ભાવમાં મોટો કડાકો! 18 કેરેટ સોનું ₹1,00,000થી નીચે પહોંચ્યું

સોના-ચાંદીની ચમક વધુ ફીકી પડી છે. 18 કેરેટનું 10 ગ્રામ સોનું હવે ₹1 લાખથી પણ નીચે આવી ગયું છે. એક દિવસ સ્થિર રહ્યા બાદ આજે સોનાના ભાવમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો નોંધાયો છે. આ 6 દિવસમાં 24 કેરેટના 10 ગ્રામ સોનામાં ₹12,060 અને 22 કેરેટના સોનામાં ₹11,060નો ઘટાડો થયો છે.

| Updated on: Nov 21, 2026 | 8:48 AM
1 / 7
ડૉલરની મજબૂતી અને ટ્રેઝરી બોન્ડની વધતી યીલ્ડને કારણે સોના-ચાંદીની ચમક વધુ ફીકી પડી છે. 18 કેરેટનું 10 ગ્રામ સોનું હવે ₹1 લાખથી પણ નીચે આવી ગયું છે. એક દિવસ સ્થિર રહ્યા બાદ આજે સોનાના ભાવમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો નોંધાયો છે. આ 6 દિવસમાં 24 કેરેટના 10 ગ્રામ સોનામાં ₹12,060 અને 22 કેરેટના સોનામાં ₹11,060નો ઘટાડો થયો છે. આજના 21 નવેમ્બરના ભાવની વાત કરીએ તો દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો છે.

2 / 7
દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,25,710 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,15,240 છે.(ફોટો ક્રેડિટ- File Image)

3 / 7
 હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,15,090 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,25,560 છે.(ફોટો ક્રેડિટ- File Image)

4 / 7
હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,15,140 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,25,610 છે. (ફોટો ક્રેડિટ- File Image)

5 / 7
હવે ચાંદીની વાત કરીએ તો ઔદ્યોગિક માંગમાં આવેલી સુસ્તી વચ્ચે છેલ્લા 10 દિવસમાં 1 કિલો ચાંદી ₹25,100 સસ્તી થઈ છે. એક દિવસ સ્થિર રહ્યા બાદ આજે સતત ચોથા દિવસે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આજના ઘટાડા સાથે ચાંદી 10 દિવસમાં કુલ ₹25,100 સસ્તી થઈ છે. જેમાંથી આજે જ ₹100નો ઘટાડો થયો છે. આ 10 દિવસ દરમિયાન 4 દિવસ ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નહોતો. હાલમાં દિલ્હીમાં 1 કિલો ચાંદીનો ભાવ ₹1,74,900 છે. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા જેવા અન્ય મોટા શહેરોમાં પણ ચાંદી આ જ ભાવે વેચાઈ રહી છે.

6 / 7
વિશ્વભરમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે આંતરરાષ્ટ્રીય બજારમાં 1 ઔંસ સોનાનો હાજર ભાવ $38.99 એટલે કે 1.08% ઘટીને $3,586.32 પર આવી ગયો હતો. જ્યારે 1 ઔંસ ચાંદીનો ભાવ લગભગ 1% ઘટીને $42.62 થયો હતો. બંને કિંમતી ધાતુઓના ભાવ સપ્ટેમ્બર 2025 પછીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે.

7 / 7
 ચોઇસ બ્રોકિંગનાં કોમોડિટી ટેકનિકલ એનાલિસ્ટ કાવેરી મોરેના જણાવ્યા અનુસાર, અમેરિકન ડૉલરની મજબૂતી અને ટ્રેઝરી બોન્ડની વધતી યીલ્ડને કારણે સોનાની ચમક ફીકી પડી છે. અમેરિકન ફેડરલ રિઝર્વના કડક વલણને કારણે વ્યાજદરમાં ઘટાડો થવાની આશા નબળી પડી છે, જેના પરિણામે સોનાના ભાવ પર દબાણ વધ્યું છે. કાવેરી મોરેના મતે, હાલ ટૂંકા ગાળામાં સોના અને ચાંદી બંનેનો ટ્રેન્ડ નબળો રહેવાની શક્યતા છે.

Follow Us
Loading...
Unable to load recommendations.