
દેશમાં સોનાના ભાવમાં 16 ઓક્ટોબરે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. નવરાત્રિના 6ઠ્ઠા દિવસે સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત ₹147580 પ્રતિ 10 ગ્રામ છે. તેના એક દિવસ પહેલાં દિલ્હીના સરાફા બજારમાં 99.9% શુદ્ધતા ધરાવતા સોનાના ભાવમાં ₹900નો ઘટાડો નોંધાયો હતો. રૂપિયો મજબૂત થવા અને બજારમાં હાજર માંગ નબળી રહેવાને કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. રૂપિયો મજબૂત થવાથી ડૉલરમાં કિંમત ધરાવતી સોના-ચાંદી જેવી ધાતુઓની આયાત સસ્તી બને છે, જેના કારણે સ્થાનિક બજારમાં તેમના ભાવ પર દબાણ આવે છે. ગુરુવારે રૂપિયો સતત 5મા કારોબારી સત્રમાં મજબૂત થયો હતો. અમેરિકી ડૉલર સામે રૂપિયો 18 પૈસાની મજબૂતી સાથે 94.99 પર બંધ થયો હતો. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ સ્થાનિક ચલણને મજબૂત બનાવવાના હેતુથી ગયા વીકએન્ડ દરમિયાન અનેક પગલાં લીધાં હતાં.

ગુરુવારે રૂપિયો સતત 5મા કારોબારી સત્રમાં મજબૂત થયો હતો. અમેરિકી ડૉલર સામે રૂપિયો 18 પૈસાની મજબૂતી સાથે 94.99 પર બંધ થયો હતો. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ સ્થાનિક ચલણને મજબૂત બનાવવાના હેતુથી ગયા વીકએન્ડ દરમિયાન અનેક પગલાં લીધાં હતાં.

દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,47,580 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,35,290 છે.(ફોટો ક્રેડિટ- File Image)

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,35,140 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,47,430 છે.(ફોટો ક્રેડિટ- File Image)

હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,35,190 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,47,480 છે.(ફોટો ક્રેડિટ- File Image)

બીજી કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ ઘટાડો યથાવત્ છે. 16 ઓક્ટોબરની સવારે ચાંદીની કિંમત ₹229900 પ્રતિ કિલોગ્રામ છે. તેના એક દિવસ પહેલાં દિલ્હીના સરાફા બજારમાં ચાંદીના ભાવમાં ₹6000નો ઘટાડો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદી એટલે કે સ્પોટ સિલ્વરની કિંમત 57.09 ડૉલર પ્રતિ ઔંસ છે.

સપ્તાહની શરૂઆતમાં, ઓક્ટોબરમાં વ્યાજદરમાં વધારો થવાની સંભાવના લગભગ 70% હતી, પરંતુ હવે તે ઘટીને આશરે 22% થઈ ગઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે સોનાના ભાવમાં થતી હિલચાલ ફેડરલ રિઝર્વના નિર્ણય પર નિર્ભર રહેશે. જોકે, જો કેવિન વોર્શ વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં કરે, તો સોનાના ભાવ પરનું દબાણ કંઈક અંશે હળવું થઈ શકે છે.