
દેશમાં સોનાના ભાવમાં ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટાભાગના શહેરોમાં 24 અને 22 કેરેટ સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. 12 સપ્ટેમ્બરની સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹1,54,560 પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. એક દિવસ પહેલા દિલ્હીના સરાફા બજારમાં 99.9 ટકા શુદ્ધતા ધરાવતા સોનાના ભાવમાં ₹2,700નો ઘટાડો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડનો ભાવ $4,363.01 પ્રતિ ઔંસ છે. એક સપ્તાહમાં સોનાનો વૈશ્વિક ભાવ લગભગ 1.5 ટકા નબળો પડ્યો છે.

દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,54,560 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,41,690 છે.(ફોટો ક્રેડિટ- File Image)

દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,54,560 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,41,690 છે.(ફોટો ક્રેડિટ- File Image)

હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,41,590 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,54,460 છે.(ફોટો ક્રેડિટ- File Image)

સોનાની જેમ બીજી કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. 12 સપ્ટેમ્બરની સવારે ચાંદીનો ભાવ ઘટીને ₹2,44,900 પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. એક દિવસ પહેલા દિલ્હીના સરાફા બજારમાં ચાંદીના ભાવમાં ₹10,000નો ઘટાડો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સિલ્વરનો ભાવ $64.54 પ્રતિ ઔંસ છે. દેશમાં સોના અને ચાંદીના ભાવ સ્થાનિક પરિબળોની સાથે-સાથે વૈશ્વિક પરિબળોથી પણ પ્રભાવિત થાય છે.

ભૂરાજકીય મોરચે, યુએસ-ઈરાન તણાવ બજાર માટે મુખ્ય કેન્દ્ર છે. જો કે, રોકાણકારો મુખ્યત્વે આ અઠવાડિયે યુએસ ફેડરલ રિઝર્વની FOMC બેઠકની મિનિટ્સ પર નજર રાખી રહ્યા છે. LKP સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અને રિસર્ચ એનાલિસ્ટ (કોમોડિટી અને કરન્સી) જતીન ત્રિવેદીના જણાવ્યા અનુસાર, ફેડ મિનિટ્સ ભવિષ્યના વ્યાજ દરની હિલચાલ અંગે સંકેતો આપી શકે છે, જે સોનાના ભાવ માટે આગામી વલણ નક્કી કરવામાં મદદ કરશે.(ફોટો ક્રેડિટ- File Image)

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો