Gold-Silver Rate Today: દિવાળી પહેલા જ સોનાના ભાવમાં ભડકો! જાણો 22 અને 24 કેરેટની કિંમત

ધનતેરસની સરખામણીમાં, આ વર્ષે સોનાના ભાવમાં થયેલો વધારો પ્રમાણમાં ઓછો છે. બ્રિકવર્ક રેટિંગ્સ (Brickwork Ratings) ના રિસર્ચ હેડ રાજીવ શરણ જણાવે છે કે, ગયા તહેવારની સીઝનથી અત્યાર સુધીમાં સોનું માત્ર 5% થી 7% જેટલું જ મોંઘું થયું છે.

| Updated on: Nov 05, 2026 | 8:51 AM
1 / 7
ધનતેરસના એક દિવસ પહેલા, 5 નવેમ્બરના રોજ, દેશભરમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 1,42,960 રૂપિયા પર પહોંચી ગયો છે, જ્યારે મુંબઈમાં આ ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 1,42,810 રૂપિયા છે. અન્ય શહેરોમાં પણ સોનાના ભાવ વધ્યા છે. એક દિવસ પહેલા, દિલ્હીના બુલિયન માર્કેટમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. તહેવારોને કારણે વધેલી માંગ અને વૈશ્વિક બજારમાં કિંમતોમાં મજબૂત સુધારાને પગલે, 99.9% શુદ્ધ સોનાના ભાવમાં 4,800 રૂપિયાનો વધારો થયો છે.

2 / 7
ગયા વર્ષની ધનતેરસની સરખામણીમાં, આ વર્ષે સોનાના ભાવમાં થયેલો વધારો પ્રમાણમાં ઓછો છે. બ્રિકવર્ક રેટિંગ્સ (Brickwork Ratings) ના રિસર્ચ હેડ રાજીવ શરણ જણાવે છે કે, ગયા તહેવારની સીઝનથી અત્યાર સુધીમાં સોનું માત્ર 5% થી 7% જેટલું જ મોંઘું થયું છે. તેની સરખામણીમાં, ગયા વર્ષે ધનતેરસ સમયે સોનાના ભાવમાં વાર્ષિક ધોરણે લગભગ 65% નો વધારો જોવા મળ્યો હતો.

3 / 7
દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,42,960 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,31,060 છે.(ફોટો ક્રેડિટ- File Image)

4 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,30,91 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,42,810 છે.(ફોટો ક્રેડિટ- File Image)

5 / 7
હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,30,960 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,42,860 છે. (ફોટો ક્રેડિટ- File Image)

6 / 7
બીજી તરફ, અન્ય કિંમતી ધાતુ એવી ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 5 નવેમ્બરની સવાર સુધીમાં, ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 1,99,900 રૂપિયા છે. એક દિવસ પહેલા, દિલ્હીના બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવમાં 9,000 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં, જાન્યુઆરી મહિનામાં, દેશમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 4 લાખ રૂપિયાની રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં, હાલમાં ચાંદી (સ્પોટ સિલ્વર) નો ભાવ પ્રતિ ઔંસ 52.23 ડોલર છે.

7 / 7
આંતરરાષ્ટ્રીય બજારમાં, સોનું (સ્પોટ ગોલ્ડ) પ્રતિ ઔંસ 4,059.95 ડોલરના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે. અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટ્સના મજબૂત પ્રદર્શન બાદ યુએસ ડોલરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો, જેના કારણે સોનાના ભાવમાં વધારો થયો છે.

Follow Us
Loading...
Unable to load recommendations.