
દેશમાં સોનાના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. 26 સપ્ટેમ્બરની સવારે મોટાભાગના શહેરોમાં ભાવ ઘટ્યા હતા. રાજધાની દિલ્હીમાં 24-કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,53,000 છે, જ્યારે મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં તે પ્રતિ 10 ગ્રામ ₹1,52,850 છે. એક દિવસ અગાઉ, દિલ્હીના બુલિયન માર્કેટમાં 99.9% શુદ્ધ સોનાના ભાવમાં ₹200નો વધારો થયો હતો. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો અને ડોલરમાં નરમાઈને કારણે સોનાના ભાવમાં આ વધારો જોવા મળ્યો છે.

આ સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં ₹4,000 અથવા 2.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં, સ્પોટ ગોલ્ડ (હાજર સોનું) પ્રતિ ઔંસ $4,282.98 પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં સપ્તાહ દરમિયાન 2.1 ટકાનો ઘટાડો થયો છે.

દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,53,000 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,40,260 છે.(ફોટો ક્રેડિટ- File Image)

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,40,110 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,52,850 છે.(ફોટો ક્રેડિટ- File Image)

હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,40,160 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,52,900 છે.(ફોટો ક્રેડિટ- File Image)

ભૂરાજકીય મોરચે, યુએસ-ઈરાન તણાવ બજાર માટે મુખ્ય કેન્દ્ર છે. જો કે, રોકાણકારો મુખ્યત્વે આ અઠવાડિયે યુએસ ફેડરલ રિઝર્વની FOMC બેઠકની મિનિટ્સ પર નજર રાખી રહ્યા છે. LKP સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અને રિસર્ચ એનાલિસ્ટ (કોમોડિટી અને કરન્સી) જતીન ત્રિવેદીના જણાવ્યા અનુસાર, ફેડ મિનિટ્સ ભવિષ્યના વ્યાજ દરની હિલચાલ અંગે સંકેતો આપી શકે છે, જે સોનાના ભાવ માટે આગામી વલણ નક્કી કરવામાં મદદ કરશે.(ફોટો ક્રેડિટ- File Image)

બીજી તરફ, અન્ય એક કિંમતી ધાતુ એવી ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ છે. 26 સપ્ટેમ્બરની સવારે ચાંદીના ભાવ ઘટીને પ્રતિ કિલોગ્રામ ₹2,44,900 થયા હતા. સપ્તાહ દરમિયાન ચાંદીના ભાવમાં ₹10,000 અથવા 4 ટકાનો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં, સ્પોટ સિલ્વર (હાજર ચાંદી)નો ભાવ પ્રતિ ઔંસ $64.26 છે. સોના અને ચાંદીના સ્થાનિક ભાવ પર સ્થાનિક અને વૈશ્વિક બંને પરિબળોની અસર જોવા મળે છે.