
અમદાવાદમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 1,39,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 24 કેરેટ સોનાનો ભાવ 1,52,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,52,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈ અને કોલકાતામાં 24 કેરેટ સોનાનો ભાવ 1,52,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,39,650 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,52,350 રૂપિયા છે.

બીજી કિંમતી ધાતુ ચાંદીનો ભાવ પણ સાપ્તાહિક ધોરણે વધ્યો છે. ચાંદી 10,000 રૂપિયા મોંઘી થઈ છે.

10 મેની સવારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 2,75,000 રૂપિયા છે. શુક્રવાર 8 મેના રોજ દિલ્હી બુલિયન બજારમાં ચાંદીનો ભાવ 200 રૂપિયા ઘટીને 2,61,300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો.

આ વર્ષે જાન્યુઆરી મહિનામાં દેશમાં ચાંદીનો ભાવ 4,00,000 રૂપિયા પ્રતિ કિલોના આંકને પણ પાર કરી ગયો હતો. દેશમાં સોના અને ચાંદીના ભાવ પર સ્થાનિક પરિબળો ઉપરાંત વૈશ્વિક બજારની પરિસ્થિતિઓનો પણ સીધો પ્રભાવ પડે છે.

વિશેષ નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. અમલ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી