Breaking News: સોનામાં આવ્યો ‘તોતિંગ વધારો’, ચાંદીમાં અચાનક થંભી ગઈ ‘હલચલ’

સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ મજબૂત માંગ અને વૈશ્વિક બજારની અસરને કારણે સોનાના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે, જ્યારે ચાંદીના ભાવ સ્થિર રહ્યા છે.

| Updated on: Jul 21, 2026 | 7:23 PM
1 / 5
મંગળવારે 21 July ના રોજ રાષ્ટ્રીય રાજધાનીમાં મજબૂત ફિઝિકલ ડિમાન્ડ અને ગ્લોબલ ટ્રેન્ડ્સના કારણે સોનાની કિંમતોમાં 800 રૂપિયાનો વધારો થયો અને તે 1.47 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. લોકલ ટ્રેડર્સના જણાવ્યા અનુસાર, 99.9 ટકા પ્યોરિટી વાળા ગોલ્ડની કિંમત 800 રૂપિયા વધીને 1,47,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ (તમામ ટેક્સ સહિત) થઈ ગઈ.

2 / 5
સોમવારે 20 July ના રોજ સોનાનો ભાવ 1,46,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. જો કે, ચાંદીની કિંમત 2,21,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ (તમામ ટેક્સ સહિત) પર સ્થિર રહી. ટ્રેડર્સે જણાવ્યું કે, ઘરેલું બુલિયન માર્કેટમાં સોનાની સતત ખરીદી જોવા મળી, જ્યારે તાજેતરના ઘટાડા બાદ ચાંદીની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી.

3 / 5
HDFC સિક્યોરિટીઝમાં કોમોડિટીઝના સીનિયર એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું કે, ‘મંગળવારે સોનાની કિંમતોમાં વધુ વધારો થયો, કારણ કે અમેરિકા-ઈરાન વચ્ચે ફરી શરૂ થયેલા ડિપ્લોમેટિક પ્રયાસોથી જીઓ-પોલિટિકલ ટેન્શન ઓછું થયું, જેનાથી ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો આવ્યો અને બુલિયનને સપોર્ટ મળ્યો.’ તેમણે ઉમેર્યું કે, મજબૂત ફિઝિકલ ડિમાન્ડ ખાસ કરીને ચીન તરફથી અને સેન્ટ્રલ બેન્કોની સતત ખરીદીએ કિંમતી ધાતુઓને સપોર્ટ આપવાનું ચાલુ રાખ્યું.

4 / 5
ગ્લોબલ માર્કેટમાં સ્પોટ ગોલ્ડ 50.12 ડોલર અથવા 1.25 ટકા વધીને 4,057.89 ડોલર પ્રતિ ઓંસ થઈ ગયું અને ચાંદી 4 ટકાથી વધુ વધીને 58.80 ડોલર પ્રતિ ઓંસ થઈ ગઈ.

5 / 5
કોટક સિક્યોરિટીઝમાં AVP કોમોડિટી રિસર્ચ કાયનાત ચેનવાલાએ જણાવ્યું કે, ‘મંગળવારે સ્પોટ ગોલ્ડની કિંમતમાં વધારો થયો અને તે ઈન્ટ્રાડેમાં 4,082 ડોલર પ્રતિ ઓંસના હાઈ લેવલ પર પહોંચી ગયું, કારણ કે આ મેટલ ગયા અઠવાડિયે 4,000 ડોલરથી નીચે આવ્યા બાદ ફરીથી પોતાની સ્થિતિ મજબૂત કરી રહી છે.’

Follow Us