એક તોલું ‘સોનું’ ₹3 લાખે પહોંચશે… ‘ગોલ્ડ’ ખરીદવું સામાન્ય માણસ માટે બનશે ‘સપનું’, એક્સપર્ટ્સે કરી ‘ચોંકાવનારી ભવિષ્યવાણી’

ભારતીય પરિવારો માટે 'સોનું' સુખ અને સુરક્ષાનું પ્રતીક છે પણ તેના આસમાને આંબતા ભાવ ચિંતા વધારી રહ્યા છે. માર્કેટ એક્સપર્ટ્સના નવા અનુમાન મુજબ, આગામી થોડા વર્ષોમાં સોનાના ભાવમાં એટલો મોટો ઉછાળો આવી શકે છે કે, તે મધ્યમ વર્ગની પહોંચથી સાવ બહાર થઈ જશે.

| Updated on: Jun 26, 2026 | 1:10 PM
1 / 6
ભારતીય પરિવારોમાં 'સોનું' હંમેશાથી માત્ર એક દાગીનો જ નહીં પરંતુ સંપત્તિ, સુરક્ષા અને પરંપરાનું સૌથી મોટું પ્રતીક રહ્યું છે. જો કે, જે ઝડપે સોનાના ભાવ સતત આસમાનને આંબી રહ્યા છે, તે જોતા સામાન્ય માણસ માટે તેને ખરીદવું હવે એટલું સરળ રહ્યું નથી. ગ્લોબલ ઇકોનોમિક ટ્રેન્ડ્સ પર નજર રાખનારા એક્સપર્ટ્સે હવે સોનાને લઈને એક એવી ભવિષ્યવાણી કરી છે કે, જે દરેકને આશ્ચર્યચકિત કરી રહી છે.

2 / 6
માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે, જો વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ અને આર્થિક ટ્રેન્ડ્સ આ જ રીતે ચાલુ રહેશે, તો આગામી થોડા વર્ષોમાં સોનાના ભાવ વર્તમાન સ્તરથી લગભગ બમણા થઈ શકે છે. વિશ્લેષકોનું અનુમાન છે કે, વર્ષ 2030 સુધીમાં 1 ગ્રામ સોનાની કિંમત ₹30,000 સુધી પહોંચી શકે છે. આનો સીધો અર્થ એ થયો કે, ત્યારે 10 ગ્રામ એટલે કે એક તોલું સોનું ખરીદવા માટે તમારે આશરે ₹3 લાખ રૂપિયા ખર્ચવા પડશે.

3 / 6
એવામાં સવાલ એ છે કે, સોનામાં આટલી જબરદસ્ત તેજી કેમ આવી રહી છે? તો જણાવી દઈએ કે, કાગળની કરન્સી એટલે કે નોટોનું મૂલ્ય સમયની સાથે વધતી મોંઘવારીના કારણે ઘટતું જાય છે. જો કે, સોનાનો ઇતિહાસ રહ્યો છે કે, તે માત્ર પોતાનું મૂલ્ય જાળવી જ નથી રાખતું પરંતુ તેમાં વધારો પણ કરે છે. આ જ કારણ છે કે, સામાન્ય પરિવારોથી લઈને વિશ્વભરની સેન્ટ્રલ બેંકો સોનાનો ભંડાર સતત વધારી રહી છે, જેના કારણે તેની ડિમાન્ડ અને કિંમતો બંને વધી રહ્યા છે.

4 / 6
ધરતીની નીચે સોનાના નવા ભંડારોની શોધ હવે અત્યંત દુર્લભ બની ચૂકી છે, જ્યારે દર વર્ષે સોનાનું ખનન (Mining) કરવું વધુ મોંઘું થઈ રહ્યું છે. બીજું કે, જ્યારે સપ્લાય મર્યાદિત હોય અને માંગ સતત વધી રહી હોય, ત્યારે અર્થશાસ્ત્રના નિયમ મુજબ કિંમતોનું વધવું નક્કી છે. વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધો, જીઓ-પોલિટિકલ તણાવ અને આર્થિક અનિશ્ચિતતાના માહોલમાં 'સોનું' હંમેશા સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. આ સિવાય, અમેરિકી ડોલરને લઈને વધતી ચિંતાઓ અને વૈશ્વિક પ્રતિબંધોના કારણે ચીન-રશિયા જેવા મોટા દેશો પોતાના વિદેશી હૂંડિયામણ ભંડાર (Foreign Exchange Reserves) માં સોનાનો હિસ્સો સતત વધારી રહ્યા છે.

5 / 6
નિષ્ણાતોનું કહેવું છે કે, વર્ષ 2030 સુધીમાં સોનું કયા સ્તરે હશે, તેની કોઈ 100% સચોટ ભવિષ્યવાણી કરી શકતું નથી. ભવિષ્યની કિંમતો એ બાબત પર આધાર રાખશે કે, આવનારા સમયમાં વૈશ્વિક મોંઘવારી, વ્યાજ દરો, આર્થિક વિકાસ દર અને સેન્ટ્રલ બેંકોની નીતિઓ કેવી રહે છે. જો કે, લાંબાગાળા માટે સોનાનું ભવિષ્ય અત્યંત ચમકદાર અને પોઝિટિવ દેખાઈ રહ્યું છે.

6 / 6
ફાઇનાન્શિયલ પ્લાનર્સના જણાવ્યા અનુસાર, જે લોકો ભવિષ્યની મોટી જવાબદારીઓ જેમ કે બાળકોનો અભ્યાસ, તેમના લગ્ન કે વૃદ્ધાવસ્થા માટે વેલ્થ ક્રિએશનનું પ્લાનિંગ કરી રહ્યા છે, તેમણે યોગ્ય સમયની રાહ જોવાના બદલે વહેલામાં વહેલી તકે રોકાણ શરૂ કરી દેવું જોઈએ. જો વર્તમાન ટ્રેન્ડ ચાલુ રહેશે, તો આ દાયકાના અંત સુધીમાં એટલે કે વર્ષ 2030 સુધીમાં સોનું ઘણા મધ્યમવર્ગીય પરિવારોની પહોંચથી ઘણું દૂર થઈ શકે છે.

Published On - 3:56 pm, Wed, 24 June 26

Follow Us
Loading...
Unable to load recommendations.