સોના-ચાંદીના ભાવ હજુ ઘટશે કે પછી તોફાની તેજી પાક્કી? માર્કેટ એક્સપર્ટ્સે ખોલ્યા એવા પત્તા કે, રોકાણકારો પણ વિચારમાં પડી ગયા

સોના-ચાંદીના ભાવમાં હાલમાં આવેલો ઘટાડો કોઈ મોટા તોફાન પહેલાની શાંતિ છે? બજારના નિષ્ણાતોએ આગામી સમય માટે જે સંકેતો આપ્યા છે, તે સામાન્ય રોકાણકારોની ઊંઘ ઉડાવી શકે છે.

| Updated on: Jun 27, 2026 | 4:49 PM
1 / 6
આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારમાં સોનાના ભાવ પર આગામી મહિના સુધી દબાણ જળવાઈ રહેવાની શક્યતા છે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે, ત્રણ મહિનાના દ્રષ્ટિકોણથી સોનામાં ફરીથી તેજી આવી શકે છે. તેમનું માનવું છે કે, યુએસ ફેડરલ રિઝર્વની વ્યાજ દર નીતિ, મોંઘવારીના આંકડા, યુએસ ડોલરની ચાલ અને જીઓ-પોલિટિકલ ટેન્શન આગામી સમયમાં સોનાના ભાવની દિશા નક્કી કરશે.

2 / 6
કોટક નિયો (Kotak Neo)ના સિનિયર મેનેજર (કોમોડિટીઝ રિસર્ચ) રિતેશ કુમાર સાહુએ જણાવ્યું કે, આ સપ્તાહની શરૂઆતમાં તીવ્ર ઘટાડા બાદ 'સ્પોટ ગોલ્ડ' સાત મહિનાની નીચી સપાટીએથી રિકવર થવામાં સફળ રહ્યું છે પરંતુ એકંદરે ટ્રેન્ડ હજુ પણ નબળો જ દેખાઈ રહ્યો છે. તાજેતરમાં યુએસ મોંઘવારીના આંકડા અંદાજ મુજબ રહ્યા છે, જેના કારણે યુએસ બોન્ડ યીલ્ડમાં નરમાઈ આવી અને સોનાને થોડો ટેકો મળ્યો. તેમણે જણાવ્યું કે, યુએસ ડોલરની મજબૂતી, મજબૂત જોબ્સ ડેટા અને આ વર્ષના અંત સુધીમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરો વધારવાની શક્યતા 'સોના' પર દબાણ બનાવી રહી છે.

3 / 6
હાલમાં સ્પોટ ગોલ્ડ આશરે $4,022 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. રિતેશ કુમાર સાહુના જણાવ્યા અનુસાર, સ્પોટ ગોલ્ડ માટે તાત્કાલિક સપોર્ટ $3,950 પ્રતિ ઔંસ અને રેઝિસ્ટન્સ $4,200 પ્રતિ ઔંસ છે. જો કિંમતો $3,950 ની નીચે જશે, તો તે $3,800 થી $3,400 પ્રતિ ઔંસ સુધી ગગડી શકે છે. બીજીબાજુ કિંમતો જો $4,200 ની ઉપર ટકી રહેશે, તો તે $4,600 થી $4,800 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે.

4 / 6
સ્થાનિક બજારમાં MCX ગોલ્ડ આશરે ₹1,43,127 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે. તેના માટે તાત્કાલિક સપોર્ટ ₹1,37,500 અને રેઝિસ્ટન્સ ₹1,45,500 છે. જો કિંમતો સપોર્ટથી નીચે જશે, તો તે ₹1,34,000 થી ₹1,25,500 પ્રતિ 10 ગ્રામ સુધી ઘટી શકે છે. એવામાં રેઝિસ્ટન્સ પાર કરવા પર કિંમતો ₹1,52,000 થી ₹1,60,500 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચવાની શક્યતા છે.

5 / 6
એસએમસી ગ્લોબલ સિક્યોરિટીઝ (SMC Global Securities) ના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ રવીન્દ્ર કુમારનું કહેવું છે કે, યુએસ-ઈરાન શાંતિ પ્રક્રિયામાં પ્રગતિ બાદ તણાવ ઓછો થયો છે, જેના કારણે સેફ હેવન (સુરક્ષિત રોકાણ) તરીકે સોનાની માંગ ઘટી છે. સાથે જ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાથી મોંઘવારીનું દબાણ ઓછું થઈ શકે છે, જેનાથી ભવિષ્યમાં ફેડરલ રિઝર્વ પ્રમાણમાં નરમ વલણ અપનાવી શકે છે. ટેકનિકલ દ્રષ્ટિકોણથી તેમણે જણાવ્યું કે, વ્યાપક ટ્રેન્ડ હજુ પણ નબળો છે. જો કે, નવી વેચવાલી પહેલા ટેકનિકલ ઉછાળો (Technical Bounce) જોવા મળી શકે છે. તેમણે MCX ગોલ્ડ માટે ₹1,30,000 પ્રતિ 10 ગ્રામ અને COMEX ગોલ્ડ માટે $3,600 પ્રતિ ઔંસને મજબૂત સપોર્ટ લેવલ ગણાવ્યું છે.

6 / 6
કેડિયા એડવાઇઝરી (Kedia Advisory) ના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ (કોમોડિટી) અમિત ગુપ્તાના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ મહિનામાં MCX ગોલ્ડને ₹1,35,000 પ્રતિ 10 ગ્રામની આસપાસ મજબૂત સપોર્ટ મળી શકે છે અને કિંમતો વધીને ₹1,60,000 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે, જ્યારે MCX સિલ્વર (ચાંદી) ને ₹1,90,000 પ્રતિ કિલોગ્રામની આસપાસ સપોર્ટ મળી શકે છે અને તેમાં ₹2,60,000 પ્રતિ કિલોગ્રામ સુધી તેજી આવવાની શક્યતા છે.

Follow Us