
સરકારે મંગળવારે સોના અને ચાંદી સહિત અનેક ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી 15 ટકાથી ઘટાડીને છ ટકા કરવામાં આવી છે. ટ્રેડર્સે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારોમાં નબળા વલણ વચ્ચે સ્થાનિક જ્વેલર્સ દ્વારા વેચાણ ચાલુ રાખવાથી સોનાના ભાવમાં ઘટાડો થયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ પર સોનાની કિંમત ઔંસ દીઠ 42.20 ડોલર ઘટીને 2,421.80 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી. આ સિવાય ન્યૂયોર્કમાં ચાંદી પણ 28.04 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થઈ હતી.
Published On - 9:40 pm, Thu, 25 July 24