આખું પાકિસ્તાન વેચાઈ જાય એટલું ‘સોનું’ ! આ કંપનીએ ‘ગોલ્ડ રિઝર્વ’ વધારીને રચ્યો ‘નવો ઈતિહાસ’, દુનિયાભરની સેન્ટ્રલ બેંકો જોતી રહી ગઈ

દુનિયામાં અત્યારે એક એવી કંપની ચર્ચામાં છે કે, જેણે 'સોનું' ખરીદવાની બાબતમાં મોટા મોટા દેશોને પણ પાછળ છોડી દીધા છે. આ કંપની પાસે અત્યારે એટલો બધો સોનાનો ભંડાર છે કે, તે પાકિસ્તાન જેવા દેશના કુલ ગોલ્ડ રિઝર્વ કરતાં પણ બમણો છે.

| Updated on: May 04, 2026 | 5:25 PM
1 / 5
દુનિયાના સૌથી મોટા સ્ટેબલકોઈન ઇશ્યૂ કરનારી ક્રિપ્ટો કંપની ટીથર (Tether) નો ગોલ્ડ રિઝર્વ 132 ટનના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં અંદાજે 6 ટન સોનું ખરીદ્યું, જ્યારે પાછલા ક્વાર્ટરમાં તેણે 27 ટન સોનું ખરીદ્યું હતું. આ કંપની ટીથર સ્ટેબલકોઈન (Tether - USDT) બહાર પાડે છે, જેને 'બ્લોકચેન નેટવર્ક' પર અમેરિકી ડોલરના મૂલ્યને સ્થિર રાખવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે.

2 / 5
આની વેલ્યૂ હંમેશા અંદાજે 1 અમેરિકી ડોલરની બરાબર રહે છે અને તેને 'ડિજિટલ ડોલર' કહેવામાં આવે છે. અત્યાર સુધીમાં અંદાજે 189.5 અબજ ડોલરના ટોકન સર્ક્યુલેશનમાં છે. ટીથરનો ગોલ્ડ રિઝર્વ હવે 132 ટન પહોંચી ગયો છે, જેની કિંમત 19.8 અબજ ડોલર છે. કંપનીની ગોલ્ડ હોલ્ડિંગ્સ છેલ્લા 12 મહિનામાં બમણી થઈ ગઈ છે અને આ દરમિયાન તેની વેલ્યૂ અંદાજે ત્રણ ગણી વધી છે.

3 / 5
વર્ષ 2025માં કંપનીએ પોલેન્ડને છોડીને બાકીના તમામ દેશોની સેન્ટ્રલ બેંક કરતાં વધુ સોનું ખરીદ્યું હતું. ગયા વર્ષે ભારતની સેન્ટ્રલ બેંક RBI એ માત્ર 4 ટન સોનું ખરીદ્યું હતું, જ્યારે વર્ષ 2024માં તેણે 72.6 ટન સોનું ખરીદ્યું હતું. આ કંપનીનું હેડક્વાર્ટર અલ સાલ્વાડોરમાં છે.

4 / 5
ક્રિપ્ટો કંપની Tether નો ગોલ્ડ રિઝર્વ 132 ટનના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે, કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં અંદાજે 6 ટન અને ડિસેમ્બર ક્વાર્ટરમાં 27 ટન સોનું ખરીદ્યું હતું. ગયા વર્ષે કંપનીએ પોલેન્ડને છોડીને બાકીના તમામ દેશો કરતાં વધુ ગોલ્ડ ખરીદ્યું હતું. ટીથરનો 'ગોલ્ડ રિઝર્વ' ઘણા દેશો કરતાં વધુ છે. ખાસ વાત એ છે કે, તે 'ગોલ્ડ રિઝર્વ' પાકિસ્તાન કરતાં અંદાજે ઘણો મોટો છે.

5 / 5
પાકિસ્તાન પાસે અંદાજે 65 ટન ગોલ્ડ છે. પ્રથમ ક્વાર્ટરમાં માત્ર પોલેન્ડ, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન અને ચીનની સેન્ટ્રલ બેંકોએ જ ટીથર કરતાં વધુ સોનું ખરીદ્યું હતું. ટીથરના રિઝર્વમાં ડોલરનો દબદબો છે, જ્યારે ગોલ્ડની ભાગીદારી માત્ર 10 ટકા છે. આ સાથે જ તેની પાસે 7 અબજ ડોલરના બિટકોઈન પણ છે. આની પાસે પોતાના ટીથર ગોલ્ડ ટોકન XAUT માટે અલગથી 22 ટન સોનું છે. આ રીતે તેની પાસે કુલ 154 ટન ગોલ્ડ છે. જો ટીથર કોઈ સેન્ટ્રલ બેંક હોત, તો ગોલ્ડ હોલ્ડિંગ્સના હિસાબે તે દુનિયાના ટોપ 20 દેશોમાં જોડાયેલ હોત.

Follow Us