સોના-ચાંદીના બજારમાં ‘મોટો ખેલ’, કિંમતોમાં ભારે ઉથલ-પાથલ વચ્ચે આ 4 ફેક્ટર્સ પર ટકેલી છે આખા માર્કેટની ‘નજર’

વૈશ્વિક બજારમાં બદલાતા સમીકરણોને કારણે સોના અને ચાંદીના ભાવમાં અત્યારે ભારે ઉથલ-પાથલ જોવા મળી રહી છે. બજાર અત્યારે 'વેઇટ એન્ડ વોચ' મોડમાં છે પણ નિષ્ણાતોનું માનીએ તો, આગામી દિવસોમાં સોના-ચાંદીની નવી દિશા નક્કી કરવામાં આ 4 મોટા ફેક્ટર્સ સૌથી મહત્વના સાબિત થશે, જેના પર અત્યારે આખા માર્કેટની નજર ટકેલી છે.

| Updated on: Jul 06, 2026 | 4:23 PM
1 / 7
સોના અને ચાંદીના બજારમાં આ સમયે તદ્દન રસપ્રદ મૂવમેન્ટ જોવા મળી રહી છે. ગ્લોબલ માર્કેટમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે, તેણે સીધી રીતે ગોલ્ડ પ્રાઇસ પર અસર કરી છે. હાલમાં સોનું આશરે $4200 ના લેવલની આસપાસ ટ્રેન્ડ કરતું જોવા મળી રહ્યું છે, જે પોતાનામાં એક મજબૂત લેવલ માનવામાં આવે છે.

2 / 7
વાસ્તવમાં બજારમાં કેટલાય પરિબળો એકસાથે કામ કરી રહ્યા છે. સૌથી મોટું કારણ યુએસ જોબ્સ ડેટા (US Jobs Data) છે. આમાં જે નવા આંકડા આવ્યા છે; તેનાથી બજારને હવે એવી આશા ઓછી લાગી રહી છે કે, આગામી સમયમાં યુએસ ફેડરલ રિઝર્વ (Federal Reserve Interest Rate Outlook) જલ્દી વ્યાજદરમાં કાપ (ઇન્ટરેસ્ટ રેટ કટ) કરશે, એટલે કે વ્યાજદરો હજુ થોડો સમય ઊંચા રહી શકે છે.

3 / 7
બીજી તરફ ડોલર ઇન્ડેક્સ (Dollar Index) માં સામાન્ય ઘટાડો પણ જોવા મળ્યો છે. ડોલર નબળો પડે ત્યારે સામાન્ય રીતે સોનું મજબૂત થાય છે અને આ જ વસ્તુ અહીં પણ જોવા મળી છે. આ જ કારણે ગોલ્ડને થોડો સપોર્ટ મળ્યો અને કિંમતો ઊંચી જળવાઈ રહી. આ સિવાય ગ્લોબલ માર્કેટ સેન્ટિમેન્ટ અને ગોલ્ડની વોલેટિલિટી પણ આગળની દિશા નક્કી કરશે.

4 / 7
જો ગયા સપ્તાહની વાત કરીએ તો, ગોલ્ડમાં સારો એવો ઘટાડો (કરેક્શન) જોવા મળ્યો હતો. કિંમતો આશરે $3940 સુધી ગગડી ગઈ હતી પરંતુ ત્યાંથી બજારે જોરદાર વાપસી કરી અને લગભગ $250 ની તેજી બતાવી દીધી. ટૂંકમાં બજારમાં હજુ પણ ખૂબ જ વધારે વોલેટિલિટી બનેલી છે.

5 / 7
ચાંદીની વાત કરીએ તો, ત્યાં પણ મજબૂત મૂવમેન્ટ જોવા મળી છે. 'ચાંદી' આશરે $55 થી $63 ની વચ્ચે ફરતી જોવા મળી છે. સરળ રીતે સમજીએ તો, લગભગ 12% થી 13% ની મજબૂત રેલી જોવા મળી છે. આ દર્શાવે છે કે, મેટલ્સમાં હજુ પણ રોકાણકારોનો રસ જળવાઈ રહ્યો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, હવે ન તો જોબ ડેટાની એટલી મજબૂત અસર પડી રહી છે અને ન તો વ્યાજદરને લઈને ડર પહેલા જેવો રહ્યો છે. ડોલર ઇન્ડેક્સ પણ જે પહેલા 101 થી ઉપર ગયો હતો, તે હવે ફરીથી નીચે આવીને 101 ની આસપાસ આવી ગયો છે. હવે આમ જોવા જઈએ તો, ડોલરનું દબાણ થોડું ઓછું થયું છે.

6 / 7
આ જ કારણે બજારમાં એક પ્રકારનું સંતુલન (બેલેન્સ) બનતું જોવા મળી રહ્યું છે. કેટલાક વિશ્લેષકો માને છે કે, જો સોનું $4120 થી $4130 ની વચ્ચે પાછું આવે છે તો ત્યાં ખરીદીની તક બની શકે છે. માર્કેટમાં આ એક સપોર્ટ ઝોન માનવામાં આવી રહ્યો છે.

7 / 7
ભારતીય બજારની વાત કરીએ તો, ત્યાં પણ ગોલ્ડમાં થોડી ખરીદી પાછી ફરતી જોવા મળી શકે છે. આશરે 1,46,350 ની આસપાસ સોનામાં ફરીથી ખરીદી જોવા મળી શકે છે. એકંદરે, અત્યારે બજાર એક રેન્જમાં (ન તો બહુ મોટી તેજી છે અને ન તો મોટો ઘટાડો) ફરતું જોવા મળી રહ્યું છે. નીચેની તરફ આશરે 233 અને ઉપરની તરફ 240 ની આસપાસ ચાંદીના લેવલ દર્શાવવામાં આવી રહ્યા છે. આવા સમયમાં એવું કહી શકાય કે, ગોલ્ડ અને સિલ્વર બંને અત્યારે "વેઇટ એન્ડ વોચ" મોડમાં છે. ગ્લોબલ સંકેતો મિશ્ર છે, તેથી બજાર પણ અત્યારે કોઈ સ્પષ્ટ દિશા પકડી શકતું નથી.

Follow Us