Nifty કરતાં પણ ઝડપથી તૂટ્યા Gold-Silver ETF, સોના-ચાંદીમાં કડાકા પાછળના મુખ્ય કારણો કયા?

ગોલ્ડ અને સિલ્વર ETF ના ભાવ અચાનક 4% સુધી ગગડી જતાં આખા બજારમાં હાહાકાર મચી ગયો છે. 28 ઓગસ્ટ સુધી ચમકી રહેલા સોના-ચાંદીમાં અચાનક આટલો મોટો કડાકો કેમ આવ્યો? શું અમેરિકાના એક નિર્ણય અને વિદેશી યુદ્ધના તણાવે બજારનું ગણિત બગાડ્યું છે કે પછી ખેલ કંઈક અલગ જ છે?

| Updated on: Aug 31, 2026 | 4:37 PM
1 / 6
સોના અને ચાંદીના ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ) માં આજે એટલે કે 31 ઓગસ્ટના રોજ વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું અને તે 4% ની આસપાસ તૂટી ગયા. આમાં અમેરિકી ફેડરલ રિઝર્વના પ્રમુખ કેવિન વોર્શ (Kevin Warsh) ની હોકિશ એટલે કે કડક ટિપ્પણીઓથી આંચકો લાગ્યો, જેનાથી વ્યાજદરોમાં વધારાની આશાઓ વધી તો સોના-ચાંદીના ETF ની ચમક ફીકી પડી. આ વેચવાલી વૈશ્વિક માર્કેટમાં સોના-ચાંદીની કિંમતોમાં આવેલા ઘટાડા મુજબ જ છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાની કિંમતોમાં સોમવારે પણ ઘટાડો ચાલુ રહ્યો.

2 / 6
શુક્રવારે 31 ઓગસ્ટના રોજ સોનામાં 3% થી વધુનો ઘટાડો આવ્યો, જે જૂનની શરૂઆત પછીનો તેનો સૌથી મોટો ઘટાડો હતો. સિંગાપોરમાં કારોબાર દરમિયાન સ્પોટ ગોલ્ડ 0.7% ઘટીને પ્રતિ ઔંસ $4,422.75 તો સિલ્વર પણ 0.4% ઘટીને $66.12 પ્રતિ ઔંસ પર આવી ગયું. આની અસર ઘરેલું બુલિયન માર્કેટમાં પણ દેખાઈ અને MCX Gold પ્રતિ 10 ગ્રામ 1.14% ઘટીને ₹1,54,496 અને MCX Silver Futures આશરે 1.28% ઘટીને ₹2,39,341 પ્રતિ કિલોગ્રામ પર આવી ગયું.

3 / 6
આજે 31 ઓગસ્ટે ગોલ્ડ ETF ની સરખામણીએ સિલ્વર ETF માં વધુ ઘટાડો રહ્યો. એસબીઆઈ સિલ્વર ETF (SBI Silver ETF) 4.05% ઘટીને ₹226.55 પર આવી ગયું, તો નિપ્પોન ઇન્ડિયા સિલ્વર ETF (Nippon India Silver ETF- Silver BeES) 4.06% ઘટીને ₹221.07 પર આવી ગયું. ટાટા સિલ્વર ETF (Tata Silver ETF) પણ 3.98% ઘટીને ₹22.44 અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ સિલ્વર ETF (ICICI Prudential Silver ETF) પણ 3.87% ઘટીને ₹231.21 પર આવી ગયું.

4 / 6
ગોલ્ડ ETF માં પણ ભારે ઘટાડો રહ્યો. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ગોલ્ડ ETF (ICICI Prudential Gold ETF) 3.59% ઘટીને ₹130.75, એસબીઆઈ ગોલ્ડ ETF (SBI Gold ETF) 3.50% તૂટીને ₹130.30 અને નિપ્પોન ઇન્ડિયા ETF ગોલ્ડ બીઈઇએસ (Nippon India ETF Gold BeES) 3.48% ઘટીને ₹126.30 પર આવી ગયું. આ સિવાય ટાટા ગોલ્ડ ETF (Tata Gold ETF) 3.19% ઘટીને ₹14.87 પર આવી ગયું.

5 / 6
ફેડરલ રિઝર્વની વાર્ષિક જેક્સન હોલ કોન્ફરન્સમાં કેવિન વોર્શે કહ્યું કે, તેઓ મોંઘવારીને સેન્ટ્રલ બેંકના 2% ના લક્ષ્ય પર પાછી લાવવા માટે પ્રતિબદ્ધ છે. આ પછી સોનું-ચાંદી ધડામ થઈ ગયા, કારણ કે આનાથી અમેરિકી નાણાકીય નીતિઓ કડક થવાની આશાઓ વધી ગઈ. ટ્રેડર્સનું માનવું છે કે, સપ્ટેમ્બરમાં નીતિગત બેઠકમાં વ્યાજદરો વધવાની શક્યતા 50% થી વધુ છે. સામાન્ય રીતે ઊંચા વ્યાજદરો અને બોન્ડ યીલ્ડની અસર સોના અને ચાંદી જેવી યીલ્ડ ન આપતી એસેટ્સ પર પડે છે.

6 / 6
સોના-ચાંદીની ચમક પર અમેરિકા અને ઈરાન વચ્ચે લડાઈ ઘેરી બનવાથી તેલની કિંમતોમાં ઉછાળાએ વધુ દબાણ બનાવ્યું. અમેરિકી સેનાએ રવિવારે ઈરાનના રોકેટ લોન્ચરો પર હુમલો કર્યો, જે એક મહિનાથી વધુ સમયમાં ઈરાન સામે અમેરિકાની પહેલી સૈન્ય કાર્યવાહી હતી. કાચા તેલની કિંમતોમાં આ વધારાએ મોંઘવારીની ચિંતાઓને વધુ વધારી દીધી, જ્યારે બજાર પહેલાથી જ આવનારા સમયમાં અમેરિકી વ્યાજદરોને લઈને ગણતરીઓ કરી રહ્યું હતું.

Follow Us
Loading...
Unable to load recommendations.