MCX થી લઈને ETF સુધી માત્ર તેજી જ તેજી ! શું સરકારના આ એક નિર્ણયથી સોના-ચાંદીના ભાવમાં આવશે ‘કાયમી વધારો’?

સરકાર દ્વારા સોના અને ચાંદી પર લેવાયેલા ઈમ્પોર્ટ ડ્યુટીના નિર્ણયની અસર હવે બજાર પર જોવા મળી રહી છે. આ એક નિર્ણયને કારણે શેરબજારમાં ગોલ્ડ અને સિલ્વર ETFના ભાવમાં 15% સુધીનો મોટો ઉછાળો આવ્યો છે.

| Updated on: May 13, 2026 | 7:16 PM
1 / 7
સરકારે સોના-ચાંદી પર ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત જકાત) વધારવાના લીધેલા નિર્ણયની અસર હવે શેરબજાર અને રોકાણ સાથે જોડાયેલી પ્રોડક્ટ્સ પર પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. બુધવારે એટલે કે '13 મે'ના રોજ ગોલ્ડ અને સિલ્વર ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ) માં જબરદસ્ત તેજી જોવા મળી હતી. ઘણા ETF એક જ દિવસમાં 10% થી લઈને 15% સુધી ઉછળ્યા હતા, જેના કારણે રોકાણકારોમાં ભારે હલચલ મચી ગઈ છે.

2 / 7
કેન્દ્ર સરકારે સોના પરની કસ્ટમ ડ્યુટી 6% થી વધારીને 15% કરી દીધી છે. આ ઉપરાંત, ચાંદી પરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. બસ આના કારણે સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. MCX એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર પણ બંને કિંમતી ધાતુઓમાં જોરદાર તેજી જોવા મળી હતી, જેની સીધી અસર ગોલ્ડ અને સિલ્વર ETF પર પડી હતી.

3 / 7
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૌથી વધુ તેજી Quantum Gold Fund માં જોવા મળી હતી. આ ફંડ લગભગ 15% વધીને 124.90 રૂપિયાથી વધીને 143.37 રૂપિયા સુધી પહોંચી ગયું હતું. આ ઉપરાંત, Tata Gold ETF માં આશરે 12% ની તેજી નોંધાઈ હતી, જ્યારે Zerodha Gold ETF લગભગ 9% સુધી ઉછળ્યું હતું.

4 / 7
માત્ર ગોલ્ડ ETF જ નહીં, સિલ્વર ETF માં પણ શાનદાર તેજી જોવા મળી હતી. HDFC Silver ETF અને UTI Silver ETF જેવા મોટા ફંડ્સમાં અંદાજે 10% સુધીનો વધારો નોંધાયો હતો. આનાથી સ્પષ્ટ થાય છે કે, ઈમ્પોર્ટ ડ્યુટી વધવાની સીધી અસર રોકાણ સાથે જોડાયેલી આ પ્રોડક્ટ્સ પર પણ પડી છે.

5 / 7
કોટક સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી રિસર્ચ હેડ અનિંદ્ય બેનર્જીના જણાવ્યા અનુસાર, સરકારનું આ પગલું વિદેશી મુદ્રા (Forex) ના દબાણને ઘટાડવા માટે લેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, હવે ભારતમાં સોના અને ચાંદીની કિંમતો નવા ઈમ્પોર્ટ લેવલ મુજબ નક્કી થશે.

6 / 7
નિષ્ણાતોનું કહેવું છે કે, આગામી સમયમાં ગોલ્ડ અને સિલ્વરના ભાવ ત્રણ મુખ્ય બાબત (આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ, ડોલર અને રૂપિયાની ચાલ અને સ્થાનિક બજારમાં પ્રીમિયમ) પર નિર્ભર રહેશે. હવે વધેલી ડ્યુટી પણ કિંમતોનો કાયમી હિસ્સો બની ગઈ છે.

7 / 7
ETF માં રોકાણ કરનારા લોકો માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે, કારણ કે હવે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કિંમતો વચ્ચેનો તફાવત વધી ગયો છે. આવી સ્થિતિમાં ETF સીધા જ ભારતીય બજારની કિંમતોને વધુ ઝડપથી અનુસરશે. એકંદરે, સરકારના આ નિર્ણયથી માત્ર જ્વેલરી બજાર જ નહીં પરંતુ રોકાણ બજારમાં પણ મોટી અસર પડી છે.

Follow Us