ગોલ્ડ-સિલ્વર રેશિયોમાં મોટો ઘટાડો! ચાંદી આગળ, સોનું પાછળ, રોકાણકારોએ હવે શું કરવું?

છેલ્લા 12 મહિનામાં ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન ચાંદીમાં લગભગ 200 ટકાનો વધારો થયો છે, જ્યારે સોનામાં આશરે 80 ટકાની તેજી આવી છે.

| Updated on: Jan 26, 2026 | 8:44 PM
1 / 7
ચાંદીની તેજ રફતારથી સોનું પણ પાછળ રહી ગયું છે અને આ જ કારણે ગોલ્ડ-સિલ્વર રેશિયો (Gold-Silver Ratio) માં મોટો ઘટાડો નોંધાયો છે. રોકાણકારો માટે સોના અને ચાંદીની પરસ્પર મજબૂતી સમજવા માટે આ રેશિયો એક મહત્વનું માપદંડ માનવામાં આવે છે. બંને ધાતુઓમાં તેજી હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહી. વર્તમાન સમયમાં સોનું 5,000 ડોલર પ્રતિ ઔંસના મોટા આંકડાને પાર કરી ચૂક્યું છે.

2 / 7
ગોલ્ડ-સિલ્વર રેશિયો (સોના-ચાંદીનો ગુણોત્તર) એ દર્શાવે છે કે, 1 ઔંસ સોનું ખરીદવા માટે કેટલા ઔંસ ચાંદીની જરૂર પડશે. જો આ રેશિયો વધારે હોય, તો એવું માનવામાં આવે છે કે ચાંદી સસ્તી છે. બીજી તરફ, રેશિયો ઓછો હોવાનો અર્થ એ છે કે, ચાંદીએ સોનાની સરખામણીમાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. મહામારી (Pandemic) ના સમયે આ રેશિયો લગભગ 127 ના ઉચ્ચ સ્તરે હતો પરંતુ વર્ષ 2026 ની શરૂઆતમાં તે ઘટીને અંદાજે 50 ની આસપાસ આવી ગયો છે.

3 / 7
એક રિપોર્ટ અનુસાર, એપ્રિલ 2025માં જો કોઈ રોકાણકાર 1 કિલો સોનું વેચે, તો તેને બદલામાં આશરે 110 કિલો ચાંદી મળતી હતી. આજે એ જ 1 કિલો સોનું વેચવા પર માત્ર 47 કિલો ચાંદી મળી રહી છે. હવે આ ફેરફાર નજીવો નથી પરંતુ સોનાની સરખામણીમાં ચાંદીની કિંમતમાં આવેલી માળખાગત મજબૂતી (structural strength) દર્શાવે છે. આવું સામાન્ય રીતે ત્યારે થાય છે, જ્યારે કિંમતી ધાતુઓનું બુલ માર્કેટ (તેજીનું બજાર) તેના મજબૂત તબક્કામાં પહોંચી જાય છે અને 'ચાંદી' સોના કરતાં વધુ ઝડપ બતાવવા લાગે છે.

4 / 7
હાલમાં બંને કિંમતી ધાતુઓ તેમના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર (All-time high) પર ટ્રેડ કરી રહી છે. સોનાની કિંમત 5,000 ડોલર પ્રતિ ઔંસને વટાવી ગઈ છે, જ્યારે ચાંદી 108 ડોલર પ્રતિ ઔંસની આસપાસ ટકેલી છે. આ સ્પષ્ટ સંકેત આપે છે કે, રોકાણકારો કિંમતી ધાતુઓ તરફ આકર્ષાઈ રહ્યા છે.

5 / 7
ગોલ્ડ-સિલ્વર રેશિયોમાં ઘટાડાના બે મોટા અર્થ કાઢવામાં આવી રહ્યા છે. પ્રથમ તો, રોકાણકારો હવે ચાંદીની સંપૂર્ણ ક્ષમતાને ઓળખવા લાગ્યા છે. બીજું કે, ભવિષ્યમાં સોનું પણ ફરી એકવાર વધુ સારું પ્રદર્શન કરી શકે છે.

6 / 7
રિપોર્ટ અનુસાર, ગોલ્ડ-સિલ્વર રેશિયોની લાંબાગાળાની સરેરાશ (Average) 70 ની આસપાસ રહે છે. હાલનું 50 નું સ્તર તેના નીચલા દાયરામાં આવે છે, જે ઇતિહાસમાં લાંબા સમય સુધી ટકી શક્યું નથી. આવી સ્થિતિમાં, જો આ રેશિયો ફરીથી 65-70 તરફ વધે છે, તો તેનો અર્થ એ થશે કે આગામી સમયમાં સોનું, ચાંદીની સરખામણીમાં વધુ સારું વળતર (Return) આપી શકે છે.

7 / 7
ચાંદીમાં લાંબાગાળાની સંભાવનાઓ મજબૂત છે પરંતુ વર્તમાન લેવલે જોખમ (Risk) વધી ગયું છે. આનાથી વિપરીત, પુરવઠાની અછત અને મજબૂત માંગને કારણે ચાંદીની તેજી હજુ પણ ચાલુ રહી શકે છે. બીજીબાજુ ગોલ્ડ-સિલ્વર રેશિયો 40 અથવા તેનાથી પણ નીચે જઈ શકે છે. ઇતિહાસમાં કેટલીક કોમોડિટી બુલ સાયકલ્સ દરમિયાન આ રેશિયો 30 સુધી પણ સરકી ચૂક્યો છે. આ ઉપરાંત, એક બીજી થિયરી પણ છે, જેને સોના-ચાંદીના સંબંધમાં જોવામાં આવી રહી છે. આ થિયરી મુજબ, હંમેશા એવું જોવામાં આવ્યું છે કે, જ્યારે પણ ચાંદીએ તેજી બતાવી છે, ત્યારે એક પોઈન્ટ પર આવીને તેમાં મોટો ઘટાડો પણ જોવા મળ્યો છે.