Gold Rate: ભાવ નહીં, લોકોની ધડકન વધશે! વર્ષ 2026 માં સોનું ‘સ્કાયહાઈ’ બનશે, ગોલ્ડના ભાવ પર WGC નો મોટો ખુલાસો

ભારતમાં સોનું માત્ર એક રોકાણ નથી પરંતુ પરંપરા છે. વર્ષ 2025 માં સોનાએ અદભૂત પ્રદર્શન કર્યું અને ભાવમાં અંદાજિત 53% જેટલો વધારો થયો. જો કે, વર્ષ 2026 માં સોનાના ભાવ વધશે કે નહીં? આ સવાલ દરેકના મનમાં છે.

| Updated on: Dec 05, 2025 | 6:56 PM
4 / 8
હવે આમ જોવા જઈએ તો, વર્ષ 2026 માં લગ્ન કરનારાઓએ પોતાનું બજેટ વધારવું પડશે. બીજું કે, જેઓ હમણાં ઘરેણાં લેવાનું આયોજન કરી રહ્યા છે, તેમણે ઘરેણાં વહેલા ખરીદવા પડશે. આ સિવાય, જે લોકો તેમના બાળકોના લગ્ન/ભવિષ્ય માટે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છે, તેઓએ અત્યારથી જ આયોજન શરૂ કરી દેવું જોઈએ.

5 / 8
વર્ષ 2025 માં સોનાની તેજી યુએસ-ચીન તણાવમાં વધારો, ટ્રમ્પની ટેરિફ નીતિઓ, વૈશ્વિક અસ્થિરતા અને કેન્દ્રીય બેંકો દ્વારા મોટા પ્રમાણમાં સોનું ખરીદવું, આ કારણોને લીધે સોનાના ભાવમાં વધારો થયો. WGC કહે છે કે, આ વર્ષે વિશ્વભરના ETF ફંડ્સે 700 ટનથી વધુ સોનું ખરીદ્યું છે. આનાથી છૂટક ખરીદી પર પણ અસર પડે છે. બીજું કે, જ્યારે વૈશ્વિક માંગ વધે છે, ત્યારે ભારતમાં સોનું મોંઘું થઈ જાય છે.

6 / 8
નોંધનીય છે કે, જો વર્ષ 2026 માં ટ્રમ્પની નીતિઓને કારણે યુએસ અર્થતંત્રમાં વેગ આવે છે, ડોલર મજબૂત થાય છે અને યુએસ બોન્ડ યીલ્ડ વધે છે, તો સોનાના ભાવ 5% થી 20% સુધી ઘટી શકે છે. આવી સ્થિતિમાં લોકો શેર તેમજ બીજી જગ્યાએ રોકાણ કરશે અને આનાથી સોનાની માંગ ઘટી શકે છે.

7 / 8
WGC એ કહ્યું છે કે, જ્યારે પણ સોનું ઘટે છે, ત્યારે કેટલાંક ભારતીય ગ્રાહકો, એશિયન જ્વેલરી બજાર અને લાંબાગાળાના રોકાણકારો ભારે ખરીદી કરવાનું શરૂ કરે છે, જેના કારણે સોનાનો ભાવ નીચે રહી શકતો નથી. આનો અર્થ એ છે કે, જો ઘટાડો થશે, તો તે લાંબો સમય ટકશે નહીં.

8 / 8
જો વર્ષ 2026 માં સોનાના ભાવ 5-20% ઘટે છે, તો તે ખરીદી કરવા માટેની એક શ્રેષ્ઠ તક હશે. આનાથી દાગીનાની પ્રોડક્શન કોસ્ટમાં ઘટાડો થશે. સરળ રીતે કહીએ તો, વર્ષ 2026 માં સોનાના ભાવ ઉપર અને નીચે બંને રીતે વધઘટ થતા રહેશે પરંતુ છેલ્લે ભાવમાં વધારો થશે, તેવી શક્યતા છે.