શાંતિ પછીના તોફાનની તૈયારી? રેકોર્ડ સપાટીથી 17% નીચે રહેલું સોનું હવે રોકાણકારોને ચોંકાવશે

જો તમે સોનામાં રોકાણ કરવા માંગો છો અથવા ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આવનારું અઠવાડિયું તમારા માટે ખૂબ જ મહત્વનું છે. અત્યારે ભલે સોનાના ભાવમાં શાંતિ દેખાતી હોય પણ બજારના નિષ્ણાતો માની રહ્યા છે કે, આ મોટા તોફાન પહેલાની શાંતિ છે.

| Updated on: Apr 05, 2026 | 4:38 PM
1 / 5
અત્યારે ભલે સોનાના ભાવમાં શાંતિ દેખાઈ રહી હોય પરંતુ બજારના નિષ્ણાતો સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે, આ શાંતિ લાંબા સમય સુધી ટકવાની નથી. એક્સપર્ટ્સે જણાવ્યું કે, અમેરિકા-ઈરાન વચ્ચેનો તણાવ, મજબૂત ડોલર અને અમેરિકાના મહત્વના આર્થિક ડેટા વચ્ચે ગોલ્ડ માર્કેટમાં મોટી હલચલની તૈયારી થઈ રહી છે. ભારતમાં સોનું અત્યારે તેની રેકોર્ડ સપાટીથી લગભગ 17% નીચે છે પરંતુ સ્થિતિ એવી બની રહી છે કે, આગામી સપ્તાહમાં (6 એપ્રિલ 2026થી શરૂ થતા સપ્તાહમાં) તેમાં મોટા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

2 / 5
નિષ્ણાતોએ જણાવ્યું કે, હાલ સૌથી મોટું પરિબળ મિડલ ઇસ્ટમાં વધી રહેલો તણાવ છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો ટકરાવ હવે પાંચમા સપ્તાહમાં પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં સામાન્ય રીતે રોકાણકારો સોના તરફ વળે છે, કારણ કે તેને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. શરૂઆતમાં એવું જ જોવા મળ્યું હતું અને ગોલ્ડની માંગ વધી હતી પરંતુ ત્યારબાદ ચિત્ર બદલાઈ ગયું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ યુદ્ધવિરામની આશાઓ નબળી પડી છે.

3 / 5
આનાથી બજારમાં અનિશ્ચિતતા તો વધી પરંતુ સોનાની તેજી મર્યાદિત રહી ગઈ. એવામાં તણાવ હોવા છતાં ગોલ્ડ એવી ઊંચાઈ નથી પકડી શક્યું, જેવી સામાન્ય રીતે આવી સ્થિતિમાં હોય છે. આનું એક મોટું કારણ મજબૂત થતો ડોલર છે. ટૂંકમાં કહીએ તો, જેવા ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા, તેમ બીજીબાજુ ડોલરમાં તેજી આવી. મજબૂત ડોલરનો અર્થ એ છે કે, બીજા દેશોના રોકાણકારો માટે સોનું મોંઘું થઈ જાય છે. આ જ કારણ છે કે, સોનાના ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે.

4 / 5
બીજું મોટું પરિબળ અમેરિકાના આર્થિક આંકડા છે. તાજેતરના ડેટાથી સ્પષ્ટ સંકેત મળ્યો છે કે, અમેરિકી અર્થતંત્ર હજુ પણ મજબૂત છે. ખાસ કરીને રોજગારના આંકડા અપેક્ષા કરતા સારા આવ્યા છે. આનાથી એ આશા મજબૂત થઈ છે કે, અમેરિકી ફેડરલ રિઝર્વ અત્યારે વ્યાજદરમાં જલ્દી ઘટાડો નહીં કરે. ઊંચા વ્યાજદર સોના માટે નકારાત્મક માનવામાં આવે છે, કારણ કે સોનું કોઈ વ્યાજ આપતું નથી. આવી સ્થિતિમાં રોકાણકારો બીજા વધુ વળતર આપતા વિકલ્પો તરફ વળે છે. આ જ કારણ છે કે, સોનું તેની રેકોર્ડ સપાટીથી હજુ પણ 17% જેટલું નીચે છે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે, અત્યારે ગોલ્ડ સંપૂર્ણપણે સમાચારો પર નિર્ભર થઈ ગયું છે. સરળ શબ્દોમાં કહીએ તો, કોઈ પણ મોટા સમાચાર પછી ભલે તે "યુદ્ધ સાથે જોડાયેલા હોય કે આર્થિક ડેટા સાથે", આનાથી ભાવમાં તેજ હલચલ આવી શકે છે.

5 / 5
આગામી સપ્તાહમાં (6 એપ્રિલથી શરૂ થતા અઠવાડિયામાં) ખાસ કરીને અમેરિકાના નોન-ફાર્મ પેરોલ, ADP એમ્પ્લોયમેન્ટ ડેટા અને બેરોજગારીના દર પર નજર રહેશે. જો આ આંકડા બજારની અપેક્ષાથી અલગ આવશે, તો સોનામાં અચાનક મોટો ઉછાળો કે તેજ ઘટાડો બંને શક્ય છે. આમ જોવા જઈએ તો, અંદરખાને ગોલ્ડ માર્કેટમાં મોટી હલચલ તૈયાર થઈ રહી છે. રોકાણકારો માટે આ સમય સતર્ક રહેવાનો છે, કારણ કે આવતા અઠવાડિયે સોનું કાં તો જોરદાર ઉછાળો બતાવી શકે છે અથવા અચાનક ઘટાડાથી ચોંકાવી શકે છે.

Follow Us