
જ્યોતિષ ડૉ. નીતિ શર્માનું માનવું છે કે સોનું ₹2 લાખ સુધી ન પહોંચે તો પણ તે ₹1.5 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચવાનું લગભગ નિશ્ચિત છે. તેઓ રોકાણકારોને સલાહ આપે છે કે સોનામાં રોકાણ માટે ભૌતિક સોનું ખરીદવું જરૂરી નથી. ગોલ્ડ બોન્ડ, ગોલ્ડ ETF અથવા શેરબજાર મારફતે પણ સોનામાં સરળતાથી રોકાણ કરી શકાય છે.

ક્યારે ખરીદવું અને ક્યારે વેચવું? આ પ્રશ્ન પણ રોકાણકારો માટે મહત્વનો છે. જ્યોતિષ અરવિંદ શુક્લાના મતે, વેપારીઓ માટે 2026 એક સુવર્ણ તક સાબિત થઈ શકે છે. જ્યારે જ્યોતિષ તોશિકા રોઝારા કહે છે કે સોનું વેચવાનું વિચારી રહેલા રોકાણકારોએ 2027 સુધી રાહ જોવી જોઈએ, કારણ કે વધુ સમય સુધી રાખવાથી મોટો નફો મળી શકે છે.

જોકે, 2026 દરમિયાન સાવધાની રાખવી પણ જરૂરી છે. જ્યોતિષીય ગણતરી મુજબ, ગુરુ ગ્રહ વર્ષ દરમિયાન બે વખત રાશિ બદલશે. ખાસ કરીને 6 જૂનથી 31 ઓક્ટોબર વચ્ચે સોનાના ભાવમાં અસ્થાયી ઘટાડો જોવા મળી શકે છે. આ સમયગાળામાં રોકાણ કરતા પહેલા સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.

રણનીતિ મુજબ, રોકાણકારો 6 જૂન પહેલાં નફો બુક કરી શકે છે અને 31 ઓક્ટોબર પછી ફરીથી રોકાણ કરવાની યોજના બનાવી શકે છે. એકંદરે, જ્યોતિષીઓનું માનવું છે કે 2026 પીળી ધાતુ માટે ખાસ વર્ષ રહેશે. નવા વિક્રમ સંવતની શરૂઆત સાથે બજારમાં નવી ઉર્જા જોવા મળી શકે છે.

જો તમે સુરક્ષિત અને લાંબા ગાળાનું રોકાણ શોધી રહ્યા છો, તો જ્યોતિષીય સંકેતો અનુસાર સોનું એક મજબૂત વિકલ્પ બની શકે છે. જો કે, સોનાના ભાવ વૈશ્વિક પરિબળો, આર્થિક સ્થિતિ અને બજારની અસ્થિરતા પર પણ આધાર રાખે છે. તેથી રોકાણ કરતા પહેલાં નાણાકીય નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર મુજબ સોનાની ચમક આવનારા સમયમાં ઓછી થવાની નથી. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)