સોનામાં ખરો ખેલ શરૂ… ઓલ-ટાઈમ હાઈ બાદ હવે આગળ શું થશે? જાણો ગ્લોબલ માર્કેટની ‘અંદરની વાત’

જાન્યુઆરીમાં રેકોર્ડ બનાવ્યા પછી સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે પણ શું સોનામાં તેજી પૂરી થઈ ગઈ છે? નિષ્ણાતો અનુસાર, સોનામાં તેજીનો તબક્કો હજુ પૂરો થયો નથી. સેન્ટ્રલ બેંકો દ્વારા થઈ રહેલી સોનાની મોટી ખરીદી અને વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે સોનાના ભાવમાં ફરી મજબૂતી આવી શકે છે. હવે સવાલ એ છે કે, કિંમતોમાં આવેલો આ ઘટાડો રોકાણ માટે તક છે કે નહીં?

| Updated on: Sep 06, 2026 | 1:31 PM
1 / 6
જાન્યુઆરીમાં રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યા પછી સોનાની તેજી થોડી ધીમી પડી છે પરંતુ ગોલ્ડમેન સેક્સમાં મેટલ્સ ટ્રેડિંગના ગ્લોબલ હેડ ટોની કિમના જણાવ્યા અનુસાર, આ તેજીનો તબક્કો હજુ પૂરો થયો નથી. જીઓ-પોલિટિકલ તણાવ અને યુએસ મોનેટરી પોલિસીની અપેક્ષાઓમાં ફેરફારને કારણે તાજેતરમાં ભલે કડાકો આવ્યો હોય પણ લાંબાગાળાના ફંડામેન્ટલ્સ ખૂબ જ મજબૂત બનેલા છે.

2 / 6
તાજેતરની નબળાઈ જેમાં સ્પોટ ગોલ્ડની કિંમત ઘટીને $4,342.20 પ્રતિ ઔંસ થઈ ગઈ, તેને ટ્રેન્ડમાં ફેરફાર (Reversal) ને બદલે એક "લાંબા રોકાણ/લાંબા વિરામ" તરીકે જોવામાં આવી રહી છે. બજાર ઘણા પડકારો (નવા ચેરમેન કેવિન વોર્શ હેઠળ ફેડરલ રિઝર્વની પોલિસીને લઈને અનિશ્ચિતતા અને યુએસ-ઈરાન તણાવના કારણે ગ્લોબલ એનર્જી સપ્લાયમાં રુકાવટ) નો સામનો કરી રહ્યું છે.

3 / 6
એનર્જીની વધતી કિંમતોએ ભારત જેવી મોટી એશિયાઈ અર્થવ્યવસ્થાઓને પોતાની કરન્સી બચાવવા અને ફિઝિકલ ગોલ્ડ એકઠું કરવાના બદલે એનર્જી સિક્યોરિટીને પ્રાથમિકતા આપવા માટે મજબૂર કરી છે, જેનાથી કેટલાક સમય માટે ક્ષેત્રીય માંગ ઘટી ગઈ છે. કિમના તેજીવાળા દ્રષ્ટિકોણનો મુખ્ય આધાર સંસ્થાકીય સ્તરે સોનાની ખરીદી (Institutional Accumulation) છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી વર્ષ 2022 માં એક મોટો ફેરફાર આવ્યો, જ્યારે સેન્ટ્રલ બેંકોએ ફિઝિકલ ગોલ્ડની ખરીદી ઝડપી કરી દીધી.

4 / 6
સેન્ટ્રલ બેંકોની વાર્ષિક ખરીદી યુદ્ધ પહેલાના 400-500 ટનના સરેરાશથી વધીને લગભગ 1,000-1,100 ટન થઈ ગઈ. વાર્ષિક કુલ માઈન પ્રોડક્શન (લગભગ 3,500 ટન) નો લગભગ એક-તૃતીયાંશ ભાગ પોતે ખરીદીને સેન્ટ્રલ બેંકોએ ETF, જ્વેલરી અને પ્રાઈવેટ રોકાણકારો માટે ઉપલબ્ધ સપ્લાય ઘટાડી દીધી છે. પરિણામે, કિંમતોને નોંધપાત્ર રીતે ઉપર લઈ જવા માટે હવે ઓછા નવા રોકાણની જરૂર પડે છે.

5 / 6
ઊંચા વ્યાજદરો સામાન્ય રીતે એવી એસેટ્સ પર દબાણ લાવે છે, જેમાંથી કોઈ રેગ્યુલર ઇન્કમ નથી મળતી પરંતુ ગ્લોબલ ફિસ્કલ ડેફિસિટ (રાજકોષીય ખાધ) ને લઈને વધતી ચિંતાઓ આ સંબંધને બદલી રહી છે. કિમ સરકારી પોલિસીમાં ફેરફાર અને ફિસ્કલ અસ્થિરતાને સોનાની સરખામણીએ ફિયાટ કરન્સી (ફિયાટ કરન્સી એ સરકાર દ્વારા બહાર પાડવામાં આવતું ચલણ છે, જે સોના કે ચાંદી જેવી ભૌતિક વસ્તુ-કોમોડિટી સાથે જોડાયેલું હોતું નથી. તેનું મૂલ્ય સરકારની સત્તા અને લોકોના વિશ્વાસ પર આધારિત છે.) ની વેલ્યુ ઘટવાના લાંબાગાળાના કારણો માને છે.

6 / 6
કિંમતોના એકદમ નીચલા સ્તર (Bottom) નો અંદાજ લગાવવાનો પ્રયાસ કરવાના બદલે, તેઓ $4,000 પ્રતિ ઔંસને એક મજબૂત નીચલું સ્તર માને છે, જેને સરકારી સ્તરે સમર્થન પ્રાપ્ત છે. તેઓ રોકાણકારોને સલાહ આપે છે કે, કિંમતોમાં ઉતાર-ચઢાવ વચ્ચે ધીમે-ધીમે 'લોંગ પોઝિશન' (ખરીદી) બનાવે.

Follow Us
Loading...
Unable to load recommendations.