Breaking News: આ દેશે શરૂ કરી પોતાની પહેલી ‘Gold Refinery’, શું સોનાના ભાવમાં આવશે ‘મોટો ઉછાળો’?

અચાનક સોનાના ઉત્પાદનમાં મોટો ઉછાળો આવ્યા બાદ એક દેશે પોતાની પ્રથમ ગોલ્ડ રિફાઇનરી શરૂ કરીને મોટો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ દેશે વિદેશી કંપનીઓ અને ગેરકાયદે તસ્કરી પર લગામ કસવા માટે પોતાના જ દેશમાં 164 ટન સોનાને રિફાઇન કરવાનો મોટો ખેલ ખેલ્યો છે. હવે સવાલ એ છે કે, શું આ નિર્ણયથી ગ્લોબલ ગોલ્ડ માર્કેટ અને સોનાના ભાવ પર અસર પડશે?

| Updated on: Sep 29, 2026 | 7:14 PM
1 / 9
બુરકીના ફાસોએ દેશની પ્રથમ Gold Refinery શરૂ કરી છે. સૈન્ય સરકારનું કહેવું છે કે, આનો હેતુ દેશમાં ઉત્પાદિત થતા સોનાનો મોટો હિસ્સો સ્થાનિક સ્તરે પ્રોસેસ કરવાનો અને ખનિજ સંપત્તિથી થતા લાભને દેશની અંદર જ રાખવાનો છે.

2 / 9
રાજધાની ઉગાદુગુ (Ouagadougou) માં રિફાઇનરીના ઉદ્ઘાટન દરમિયાન સૈન્ય સરકારના વડા ઇબ્રાહિમ ત્રાઓરે (Ibrahim Traoré) કહ્યું કે, સરકાર દેશની તમામ ધાતુઓને સ્થાનિક સ્તરે રિફાઇન કરવા માંગે છે અને સમગ્ર વૅલ્યુ ચેઇનને દેશની અંદર જ વિકસાવવા માંગે છે.

3 / 9
રાષ્ટ્રપતિ કાર્યાલયના જણાવ્યા અનુસાર, Raffinor-BF નામની આ રિફાઇનરીનો ખર્ચ 11 અબજ CFA ફ્રૅન્કથી વધુ છે, જે લગભગ 1.9 કરોડ ડોલર બરાબર છે. આ પ્રોજેક્ટનું ફંડિંગ સરકારે નેશનલ પ્રિશિયસ મેટલ્સ કંપની (Sonasp) મારફતે અને બુરકીના ફાસોના પ્રાઇવેટ સેક્ટર સાથે મળીને કર્યું છે.

4 / 9
રિફાઇનરીની શરૂઆતની ક્ષમતા દર વર્ષે 164 ટન સોનું રિફાઇન કરવાની છે. આ બુરકીના ફાસોના હાલના વાર્ષિક ઉત્પાદન કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. સરકારના જણાવ્યા અનુસાર, આગળ જતાં તેની ક્ષમતા વધારીને વાર્ષિક 515 ટન સુધી કરી શકાય છે. આ દર્શાવે છે કે, સરકાર ભવિષ્યમાં વિસ્તારના અન્ય દેશોમાંથી આવતા સોનાને પણ આ રિફાઇનરીમાં પ્રોસેસ કરવા માંગે છે.

5 / 9
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (World Gold Council) ના જણાવ્યા અનુસાર, વર્ષ 2026 ના બીજા ક્વાર્ટરમાં બુરકીના ફાસોનું સોનાનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 17% વધ્યું છે. ઘણી ખાણોમાં ઉત્પાદન વધવાને કારણે આ ગ્રોથ થયો છે. જો કે, દેશના નાના અને પરંપરાગત માઇનિંગ સેક્ટરને કંટ્રોલ કરવું સરકાર માટે પડકાર બનેલું છે. ગેરકાયદેસર વેપાર અને તસ્કરીના કારણે દેશમાં ઉત્પાદિત થતા સોનાના કુલ જથ્થાનો હિસાબ રાખવો મુશ્કેલ રહ્યો છે. સરકારનો આરોપ છે કે, ગેરકાયદેસર રીતે વેપાર થતા સોનાનો કેટલોક હિસ્સો ઇસ્લામિક ઉગ્રવાદી સંગઠનોની પ્રવૃત્તિઓના ફંડિંગમાં વપરાય છે.

6 / 9
સોનાના ઉત્પાદનમાં વધારા વચ્ચે ત્રાઓરે સરકારે બે વર્ષ પહેલાં સરકારી માલિકીની માઇનિંગ કંપની બનાવી હતી. હવે વિદેશી માઇનિંગ કંપનીઓ માટે પોતાના બિઝનેસમાં રાજ્યને 15% હિસ્સેદારી આપવી અને સ્થાનિક કર્મચારીઓને ટ્રેનિંગ આપવી ફરજિયાત છે. સરકારે વર્ષ 2024 માં નાના અને અર્ધ-મશીનવાળા માઇનિંગથી ઉત્પાદિત સોનાની નિકાસ પર પણ રોક લગાવી હતી. સરકારના જણાવ્યા અનુસાર, આનો ઉદ્દેશ્ય આ ક્ષેત્રને વધુ સારી રીતે કંટ્રોલ કરવાનો હતો.

7 / 9
આ રિફાઇનરી બુરકીના ફાસોની એ વ્યાપક નીતિનો હિસ્સો છે, જેમાં કાચા માલની સીધી નિકાસ કરવાને બદલે દેશની અંદર જ તેની પ્રોસેસિંગ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્રાઓરે સરકારે કપાસ, કાપડ અને ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં પણ ઘરઆંગણે ઉત્પાદન વધારવાની યોજનાઓને આગળ વધારી છે. સપ્ટેમ્બર 2022 માં તખ્તાપલટ પછી સત્તામાં આવેલા ત્રાઓરેએ દેશના નેચરલ રિસોર્સિસ પર સરકારી કંટ્રોલ વધારવા અને વિદેશી કંપનીઓ પર આર્થિક નિર્ભરતા ઘટાડવાની નીતિ પર ભાર મૂક્યો છે.

8 / 9
બુરકીના ફાસો ઉપરાંત પશ્ચિમ આફ્રિકાના અન્ય કેટલાક દેશો પણ દેશમાં જ સોનાનું પ્રોસેસિંગ વધારવાની દિશામાં કામ કરી રહ્યા છે. ગિની (Guinea) અને ઘાના (Ghana) એ રિફાઇન કર્યા વગરના સોનાની નિકાસ પર રોક અથવા પ્રતિબંધો લગાવ્યા છે. માલી (Mali) રશિયાની એક કંપનીની મદદથી પોતાની પ્રથમ ગોલ્ડ રિફાઇનરી બનાવી રહ્યું છે, જ્યારે આઇવરી કોસ્ટ (Ivory Coast) આવતા વર્ષે રિફાઇનરી શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે.

9 / 9
બુરકીના ફાસો જેવા આફ્રિકન દેશો દ્વારા સ્થાનિક સ્તરે સોનું રિફાઇન કરવાનો અને તેના નિકાસ પર કંટ્રોલ લાવવાનો નિર્ણય ગ્લોબલ ગોલ્ડ સપ્લાય ચેઇનમાં મોટા ફેરફારો લાવી શકે છે. ટૂંકાગાળામાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ પર આની સીધી કે મોટી અસર નહીં પડે, કારણ કે વૈશ્વિક ભાવ મુખ્યત્વે ગ્લોબલ ઇકોનોમી અને વ્યાજદરો પર નિર્ભર કરે છે. હવે લાંબાગાળે જો પશ્ચિમ આફ્રિકાના અન્ય દેશો પણ કાચું સોનું (Raw Gold કે Native Gold) બહાર મોકલવા પર રોક લગાવશે, તો ગ્લોબલ માર્કેટમાં અનરિફાઇન્ડ ગોલ્ડની અછત સર્જાઈ શકે છે. આનાથી સપ્લાય ટાઇટ થશે અને ગોલ્ડ માર્કેટમાં ભાવને લાંબાગાળે મજબૂત સપોર્ટ મળી શકે છે.

Follow Us
Loading...
Unable to load recommendations.