
ભારતમાં સોનાના ભાવમાં ઘણી વધઘટ જોવા મળી રહી છે. સોનાના ભાવ 62,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધુ છે. આ સાથે જ ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ચાંદીના ભાવ 75,000 રૂપિયા પ્રતિ કિલોથી વધારે છે.

સોનાના ભાવ 18 ફેબ્રુઆરીના રોજ 10 ગ્રામનો સરેરાશ ભાવ 62,400 રૂપિયાની આસપાસ હતો. ચાંદીના બજારમાં યથાવત સ્થિતિ રહી હતી અને ચાંદી પ્રતિ કિલો 76,500 રૂપિયા પર પહોંચી હતી. દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવ 62,550 રૂપિયા, મુંબઈમાં 62,400 રૂપિયા, ચેન્નાઈમાં 63,050 રૂપિયા અને અમદાવાદમાં 62,450 રૂપિયા ભાવ છે.