
આર્થિક સર્વે 2025-26માં જણાવવામાં આવ્યું છે કે, સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં (Gold Silver Price) તીવ્ર વધારો એ વૈશ્વિક નાણાકીય અને જીઓ-પોલિટિકલ (Geopolitical) અનિશ્ચિતતા વધવાનો સંકેત હતો. સર્વેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, હવે વૈશ્વિક વેપાર Multilateral Efficiency (બહુપક્ષીય કાર્યક્ષમતા) ને બદલે સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓથી પ્રભાવિત થઈ રહ્યું છે.

સર્વે અનુસાર, વર્ષ 2025 દરમિયાન અમેરિકન ડોલર (US Dollar) નબળો પડવાને કારણે, લાંબા સમય સુધી નેગેટિવ રિયલ ઇન્ટરેસ્ટ રેટની અપેક્ષા અને વધતા જીઓ-પોલિટિકલ (Geopolitical) તેમજ નાણાકીય જોખમોને લીધે સોનાના ભાવમાં (Gold Rate Today) તીવ્ર વધારો થયો હતો.

તેમાં જણાવવામાં આવ્યું છે કે, સોના અને ચાંદીના ભાવમાં (Silver Rate Today) તેજી એ વૈશ્વિક અસ્થિરતા વધવા અને રોકાણકારોના સુરક્ષિત રોકાણના વિકલ્પો (Safe Haven Assets) તરફના ઝુકાવનો સંકેત છે.

સર્વેમાં સોનાને વૈશ્વિક જોખમની ભાવનાના (Global Risk Sentiment) સૂચક તરીકે દર્શાવવામાં આવેલ છે. આ સાથે તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, કોર મોંઘવારી (Core Inflation) ના આંકડાઓમાં સોનું અને ચાંદી એડ (Add) કરવામાં આવતા નથી.

સર્વે અનુસાર, આ ધાતુઓની કિંમતમાં ફેરફાર સ્થાનિક માંગ અને પુરવઠાને બદલે વૈશ્વિક નાણાકીય પરિસ્થિતિઓથી વધુ પ્રભાવિત થાય છે. સર્વેમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે, સોના અને ચાંદીને બાકાત રાખીને જોવામાં આવતી કોર મોંઘવારી ઓછી રહેવાનો અર્થ એ છે કે, સ્થાનિક અર્થતંત્રમાં સપ્લાય સાઈડ (પુરવઠા પક્ષ) ની સ્થિતિ મજબૂત થઈ રહી છે.

સર્વેમાં કિંમતી ધાતુઓના ભાવમાં તેજીને વૈશ્વિક સિસ્ટમમાં થઈ રહેલા મોટા ફેરફારો સાથે જોડવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, જીઓ-પોલિટિકલ (Geopolitical) સ્પર્ધા વધવા, વેપાર વિવાદ વધવા અને ટેકનોલોજી તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાથે જોડાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં લીવરેજ્ડ ઇન્વેસ્ટમેન્ટ (દેવું લઈને કરાતું રોકાણ) ને લઈને ચિંતાઓ વધતા આર્થિક બજાર વધુ અનિશ્ચિતતાને ભાવમાં સમાવેશ કરી રહ્યું છે.

સર્વે અનુસાર, હવે વૈશ્વિક વેપાર નીતિ મુખ્યત્વે કાર્યક્ષમતા અથવા બહુપક્ષીય નિયમો (Multilateral Rules) દ્વારા સંચાલિત નથી થઈ રહી. આના બદલે, વેપાર હવે રાજકીય અને સુરક્ષાના કારણોથી પ્રભાવિત થઈ રહ્યો છે. તેમાં ટેરિફ (Tariff News), પ્રતિબંધો અને વળતા પગલાંઓનો (Counter Measures) વધુ ઉપયોગ થઈ રહ્યો છે.

સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, આવા માહોલમાં મૂડી પ્રવાહ, વિનિમય દર (Exchange Rate) અને બાહ્ય સંતુલન માટે જોખમ વધી જાય છે, ખાસ કરીને એવી અર્થવ્યવસ્થાઓ માટે જેમની માલસામાન વેપાર ખાધ (Trade Deficit) ચાલુ રહે છે.

તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ભારતની સર્વિસ નિકાસ (Service Export) અને વિદેશથી આવતા નાણાં (Remittances) અમુક અંશે સુરક્ષા પૂરી પાડે છે પરંતુ લાંબાગાળાના વેપાર અને ચલણની સ્થિરતા માટે મજબૂત મેન્યુફેક્ચરિંગ આધારિત નિકાસ સિસ્ટમ અત્યંત જરૂરી છે.