
ભારતમાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (Gold ETFs) માંથી મે 2026માં એક વર્ષ પછી પહેલીવાર રોકાણકારોએ નાણાં પાછા ખેંચ્યા. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) ના આંકડા અનુસાર, મે મહિનામાં ભારતીય Gold ETFs માંથી 61 મિલિયન ડોલરનું ઉપાડ (Withdrawal) કરવામાં આવ્યું હતું. આ પહેલાં મે 2025 પછીથી આ ફંડ્સમાં સતત રોકાણ આવી રહ્યું હતું. એપ્રિલ 2026માં Gold ETFs માં 297.2 મિલિયન ડોલરનું નેટ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું હતું પરંતુ મે મહિનામાં ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું. આનું મુખ્ય કારણ સરકાર દ્વારા સોના પર ઇમ્પોર્ટ ડ્યુટી (આયાત જકાત) વધારવાનો નિર્ણય રહ્યો, જેના કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવ વધી ગયા અને રોકાણકારોએ નફો બુક કરવાનું (પ્રોફિટ બુકિંગ) શરૂ કરી દીધું.

મે મહિનામાં Gold ETFs માંથી ઉપાડ એવા સમયે થઈ, જ્યારે સોનાના ભાવમાં સતત ત્રીજા મહિનામાં ઘટાડો નોંધાયો હતો. માર્ચમાં સોનાના ભાવમાં 11.6 ટકાનો મોટો ઘટાડો આવ્યો હતો, જ્યારે એપ્રિલમાં 1.1 ટકા અને મે મહિનામાં 1.7 ટકાની નબળાઈ જોવા મળી હતી. વધેલા ભાવ અને બજારની અસ્થિરતા વચ્ચે ઘણા રોકાણકારોએ પોતાના રોકાણ પર નફો બુક કરવો વધુ યોગ્ય સમજ્યો.

મે મહિનામાં સૌથી વધુ ઉપાડ Nippon India ETF Gold BeES માંથી થઈ હતી. આ ફંડમાંથી આશરે 110 મિલિયન ડોલર બહાર નીકળ્યા હતા. બીજીબાજુ, Tata Gold Exchange Traded Fund માંથી 28.24 મિલિયન ડોલરની ઉપાડ થઈ હતી. આ સિવાય Kotak Gold ETF માંથી પણ 9.2 મિલિયન ડોલર નીકળ્યા હતા. બીજા Gold ETFs માંથી પણ 1 થી 6 મિલિયન ડોલરની વચ્ચે ઉપાડ નોંધાઈ હતી. જો કે, કેટલાક ફંડ્સમાં રોકાણ ચાલુ રહ્યું હતું. જણાવી દઈએ કે, HSBC Gold ETF માં 61.5 મિલિયન ડોલરનું સૌથી મોટું રોકાણ આવ્યું હતું. ત્યારબાદ ICICI Prudential Gold iWIN ETF અને DSP Gold ETF માં 11-11 મિલિયન ડોલરનું રોકાણ નોંધાયું હતું.

જો કે, કેટલાક ફંડ્સમાં રોકાણ ચાલુ રહ્યું હતું. જણાવી દઈએ કે, HSBC Gold ETF માં 61.5 મિલિયન ડોલરનું સૌથી મોટું રોકાણ આવ્યું હતું. ત્યારબાદ ICICI Prudential Gold iWIN ETF અને DSP Gold ETF માં 11-11 મિલિયન ડોલરનું રોકાણ નોંધાયું હતું.

WGC ના જણાવ્યા અનુસાર, રોકાણકારોનું વલણ ફરીથી જોખમ ધરાવતા એસેટ્સ, ખાસ કરીને ટેક્નોલોજી શેર્સ તરફ વધ્યું છે. તેમ છતાંય વર્ષ 2026માં અત્યાર સુધી વૈશ્વિક Gold ETFs માં કુલ મળીને આશરે 17 અબજ ડોલરનું નેટ ઇન્વેસ્ટમેન્ટ જળવાઈ રહ્યું છે. મે મહિનાના અંત સુધીમાં વૈશ્વિક Gold ETF નું કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) 2 ટકા ઘટીને 604 અબજ ડોલર રહી ગયું હતું, જ્યારે કુલ હોલ્ડિંગ્સ 4,121 ટન પર પહોંચી ગયું હતું. ઉત્તર અમેરિકામાં Gold ETFs માંથી 1.1 અબજ ડોલરની ઉપાડ નોંધાઈ હતી. ડોલરની મજબૂતી, ઊંચા વ્યાજ દરો અને યુએસ ફેડરલ રિઝર્વની વ્યાજ દર નીતિને લઈને વધતી અનિશ્ચિતતાએ સોનાની માંગ પર દબાણ બનાવ્યું હતું. આ સાથે જ રોકાણકારોના નાણાં ટેક્નોલોજી સેક્ટર તરફ જતા જોવા મળ્યા હતા.

યુરોપ એકમાત્ર એવો પ્રદેશ રહ્યો કે, જ્યાં Gold ETFs માં રોકાણ વધ્યું. આ ક્ષેત્રમાં 334 મિલિયન ડોલરનું નેટ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું હતું. બ્રિટન અને જર્મનીમાં રાજકીય અને આર્થિક અનિશ્ચિતતાઓના કારણે રોકાણકારોએ સોનાને સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે પસંદ કર્યું હતું. બોન્ડ યીલ્ડમાં નરમાઈએ પણ Gold ETFs ને સપોર્ટ આપ્યો હતો. એશિયન Gold ETFs માંથી મે મહિનામાં 1.2 અબજ ડોલરની ઉપાડ થઈ હતી, જે ઓગસ્ટ 2025 પછીની પહેલી માસિક ઉપાડ રહી હતી. આનું સૌથી મોટું કારણ ચીન રહ્યું, જ્યાં સ્થાનિક સોનાના ભાવોમાં નબળાઈ, મજબૂત થઈ રહેલું યુઆન ચલણ અને સ્થાનિક શેરબજારમાં વધતી તેજીના કારણે રોકાણકારોએ Gold ETFs માંથી નાણાં કાઢીને ઇક્વિટી બજારો તરફ પ્રયાણ કર્યું હતું.