સોનાના ભાવમાં મોટો ખેલ! શું તોતિંગ ઘટાડા બાદ બદલાશે આખો ટ્રેન્ડ? એક નવા રિપોર્ટે બજારમાં હલચલ મચાવી દીધી

સોના-ચાંદીના ભાવમાં આવેલા તોતિંગ ઘટાડા વચ્ચે ખરીદદારો અને રોકાણકારોના મનમાં એ સવાલ ઊઠી રહ્યો છે કે, શું તેજી હજુ પણ યથાવત છે કે પછી બજારમાં હજુ મોટો ઘટાડો આવવાનો બાકી છે?

| Updated on: Jan 31, 2026 | 9:26 PM
1 / 8
લગ્નની સિઝન માટે દાગીના ખરીદનારાઓથી લઈને લાંબાગાળાના રોકાણકારો સુધી કિંમતોમાં આવેલા આ અચાનક ઘટાડાએ ભારતીય આભૂષણ બજારમાં દરેકના વલણને બદલી નાખ્યું છે. MCX પર એપ્રિલ 2026ની ડિલિવરી વાળું સોનું 18 ટકાના જંગી ઘટાડા સાથે બંધ થયું હતું. તેની કિંમતમાં ₹33,112 નો કડાકો બોલાયો અને વેપાર ₹1,50,849 પર બંધ થયો.

2 / 8
બીજી તરફ, ફેબ્રુઆરી વાયદામાં 12 ટકા એટલે કે ₹20,328 નો ઘટાડો નોંધાયો અને કિંમત ₹1,49,075 રહી ગઈ હતી. આ દરમિયાન અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ બેંક જેપી મોર્ગન (J.P. Morgan) ના એક નવા રિપોર્ટે બજારમાં ભારે હલચલ મચાવી દીધી છે. બેંકનું કહેવું છે કે, વર્ષ 2026 ના અંત સુધીમાં સોનાની કિંમત (Gold Forecast) 8,000 થી 8,500 ડોલર પ્રતિ ઔંસ (અંદાજે ₹7.79 લાખ) સુધી પહોંચી શકે છે. જો આ ઔંસની કિંમતને 10 ગ્રામ સોનામાં રૂપાંતરિત કરીએ, તો તે ₹2,35,807 પ્રતિ 10 ગ્રામ થશે. આ વર્તમાન સ્તરની કિંમતોથી એક ઐતિહાસિક ઉછાળો સાબિત થશે.

3 / 8
ભારતીય વાયદા બજાર MCX પર એપ્રિલ 2026 ડિલિવરી વાળું સોનું તાજેતરમાં ભારે દબાણ હેઠળ રહ્યું છે. જોરદાર નફાખોરી (Profit Booking) ના કારણે કિંમતોમાં બે આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે. આ કડાકાએ આભૂષણ બજારમાં ખરીદદારોના વલણને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. ઘણા ખરીદદારો અત્યારે 'થોભો અને રાહ જુઓ' ની નીતિ અપનાવી રહ્યા છે, જ્યારે કેટલાક રોકાણકારો આ ઘટાડાને સોનેરી તક માની રહ્યા છે પરંતુ વૈશ્વિક સ્તરે ચિત્ર કંઈક અલગ જ દેખાઈ રહ્યું છે.

4 / 8
જેપી મોર્ગનના ગ્લોબલ માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ નિકોલાઓસ પનિગિર્ટઝોગ્લુનું માનવું છે કે, સોનું હવે માત્ર "કટોકટી સામેનું રક્ષણ" (Crises Hedge) નથી રહ્યું પરંતુ તે રોકાણ પોર્ટફોલિયોની એક મુખ્ય સંપત્તિ (Core Asset) બની રહ્યું છે.

5 / 8
રિપોર્ટ અનુસાર, અત્યારે ખાનગી રોકાણકારો તેમના પોર્ટફોલિયોનો સરેરાશ 3% હિસ્સો સોનામાં રાખે છે. જો આ હિસ્સેદારી વધીને 4.6% થઈ જાય છે, તો સોનાની માંગમાં જે વધારાનો ઉછાળો આવશે, તે મર્યાદિત માઇનિંગ સપ્લાય (ખનન પુરવઠો) અને સેન્ટ્રલ બેંકો દ્વારા સતત કરવામાં આવતી ખરીદી સાથે મળીને કિંમતોને 8,000-8,500 ડોલર સુધી પહોંચાડી શકે છે.

6 / 8
રિપોર્ટ એવું પણ જણાવે છે કે, ઘણા પરિવારો અને રોકાણકારો હવે લાંબાગાળાના બોન્ડ્સથી દૂરી બનાવીને સોના તરફ વળી રહ્યા છે. સોનું એક એવી સંપત્તિ છે કે, જે કોઈ સરકાર-સંસ્થાની જવાબદારી (Liability) નથી. આ જ કારણ છે કે, અસ્થિર આર્થિક વાતાવરણમાં લોકો તેને સુરક્ષિત આશ્રયસ્થાન (Safe Haven) માને છે.

7 / 8
અર્થશાસ્ત્રી પીટર શિફે ચેતવણી આપી છે કે, જો શેરબજારને સોનાના મૂલ્યમાં માપવામાં આવે, તો ચિત્ર ઘણું નબળું દેખાય છે. તેમનું કહેવું છે કે, મોંઘવારીને કારણે વધેલી શેરની મામૂલી કિંમતોથી ભ્રમિત થવું જોઈએ નહીં, અસલી મજબૂતી સોનામાં જોવા મળી રહી છે. તેમના મતે, આ સમયગાળો શેરો માટે 'ઐતિહાસિક બિયર માર્કેટ' (મંદીના બજાર) જેવો હોઈ શકે છે.

8 / 8
જેપી મોર્ગનના રિપોર્ટનો એક રસપ્રદ હિસ્સો એ પણ છે કે, છૂટક રોકાણકારો 'મેક્રો હેજ' (આર્થિક જોખમો સામે રક્ષણ) તરીકે બિટકોઈનની સરખામણીએ સોના પર વધુ ભરોસો બતાવી રહ્યા છે. સોનામાં સતત સ્થિર રોકાણ પ્રવાહ જોવા મળી રહ્યો છે, જ્યારે ક્રિપ્ટો હજુ પણ વધુ અસ્થિર અને ટૂંકાગાળાના ટ્રેડિંગનું સાધન બની રહ્યું છે.