મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ગુરુવારે સોનાની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 11 વાગ્યે સોનાની કિંમતમાં 683 રૂપિયાના ઘટાડાથી તે 73,799 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન સોનાની કિંમત 73,760 રૂપિયાના દિવસના નીચલા સ્તર પર પહોંચી ગઈ હતી. જ્યારે આજે સવારે સોનાનો ભાવ 73,995 રૂપિયા પર ખુલ્યો હતો. જ્યારે એક દિવસ પહેલા સોનાનો ભાવ 74,482 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયો હતો. આંકડાઓ અનુસાર 5 નવેમ્બર બાદ સોનાની કિંમતમાં 6 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. મતલબ કે 7 ટ્રેડિંગ દિવસોમાં સોનાની કિંમતમાં 4,747 રૂપિયા પ્રતિ દસ ગ્રામનો ઘટાડો જોવા મળ્યો છે.