Breaking News : સોના-ચાંદી પર સરકારનો ‘મોટો નિર્ણય’, માર્કેટમાં નવા-જૂનીના એંધાણ

ફેસ્ટિવ સીઝનની ખુશીઓ વચ્ચે સોના-ચાંદીને લગતા એક મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારે અચાનક એક એવો નિર્ણય લીધો છે કે, જેનાથી જ્વેલરી ક્ષેત્રે મોટો ફટકો પડ્યો છે. ખાસ વાત એ છે કે, સોના અને ચાંદીના કારોબાર સાથે જોડાયેલા લોકો માટે આ નિર્ણય મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. હવે સવાલ એ છે કે, અચાનક આ નિર્ણય કેમ લેવાયો?

| Updated on: Oct 16, 2026 | 3:55 PM
1 / 7
ફેસ્ટિવ સીઝનમાં સોના અને ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે, જે ગોલ્ડ-સિલ્વરના વેપારીઓ તેમજ જ્વેલર્સ એક્સપોર્ટર્સ માટે ખરાબ સાબિત થઈ શકે છે. કેન્દ્ર સરકારે સોના-ચાંદીના દાગીના અને ચાંદીની વસ્તુઓની નિકાસ પર મળતા ડ્યુટી ડ્રોબેક એટલે કે રિફંડ (Gold Silver Duty Drawback)ના દરો ઘટાડી દીધા છે.

2 / 7
નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નોટિફિકેશન મુજબ, ગોલ્ડ જ્વેલરી પર મળતું રિફંડ 3.1 ટકા અને ચાંદીના આભૂષણો તેમજ વસ્તુઓ પર મળતું રિફંડ લગભગ 9 ટકા સુધી ઘટાડી દેવામાં આવ્યું છે. આ નિર્ણયથી હવે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં માલ મોકલતા ભારતીય નિકાસકારોને પહેલાની સરખામણીએ ઓછો નાણાકીય લાભ મળશે.

3 / 7
નવા દરો મુજબ વાત કરીએ તો, ગોલ્ડ જ્વેલરીના એક્સપોર્ટ પર ડ્યુટી ડ્રોબેક રેટ હવે 1,851.99 રૂપિયા પ્રતિ ગ્રામથી ઘટીને 1,794.11 રૂપિયા પ્રતિ ગ્રામ થઈ ગયો છે. ટૂંકમાં, આમાં સીધો જ લગભગ 3.1 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

4 / 7
બીજીબાજુ ચાંદીના દાગીના અને ચાંદીમાંથી બનેલી અન્ય વસ્તુઓ પર રિફંડમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. તેના માટે નક્કી કરાયેલો દર 29,501.09 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી નોંધપાત્ર રીતે ઘટીને 26,859.02 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે, જેનાથી ચાંદીના નિકાસકારોને અંદાજે 9 ટકાનો ફટકો પડ્યો છે.

5 / 7
સરકારે આ જ વર્ષે જુલાઈમાં દેશના જ્વેલરી એક્સપોર્ટર્સને મોટી રાહત આપતા સોના અને ચાંદીના આભૂષણો પર ડ્યુટી ડ્રોબેકના દર લગભગ બમણા કરી દીધા હતા. તે સમયે વધતા પ્રોડક્શન ખર્ચ અને વૈશ્વિક માર્કેટની અનિશ્ચિતતાઓ સામે ટકી રહેવા માટે ગોલ્ડ જ્વેલરીનું રિફંડ 773.17 રૂપિયા પ્રતિ ગ્રામથી વધારીને 1,851.99 રૂપિયા પ્રતિ ગ્રામ કરવામાં આવ્યું હતું. આ જ રીતે ચાંદીની વસ્તુઓનું રિફંડ પણ 14,990.66 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધારીને 29,501.09 રૂપિયા પ્રતિ કિલોગ્રામ કરી દેવામાં આવ્યું હતું, જેથી ભારતીય વેપારીઓ ગ્લોબલ માર્કેટમાં ટકી શકે.

6 / 7
અચાનક દરોમાં થયેલા આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ સોના અને ચાંદીના ભાવમાં આવેલો ઉતાર-ચઢાવ છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના સચિવ સુરેન્દ્ર મેહતા (IBJA Surendra Mehta)ના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવ ઓછા થવાને કારણે તેના પર લાગતી વાસ્તવિક ઈમ્પોર્ટ ડ્યુટી પણ ઘટી ગઈ છે.

7 / 7
જણાવી દઈએ કે, ડ્યુટી ડ્રોબેકના દરો કોઈ ટકાવારી પર આધારિત ન હોઈને એક નિશ્ચિત રકમ તરીકે નક્કી કરવામાં આવે છે. તેથી, બજારમાં ગોલ્ડ અને સિલ્વરના ભાવ ઘટ્યા પછી સરકાર માટે આ દરોમાં સુધારો કરવો ટેકનિકલી જરૂરી બની ગયો હતો. રિફંડના આ નવા ઘટાડાથી હવે એક્સપોર્ટર્સના માર્જિન પર સીધી અસર પડશે.

Follow Us
Loading...
Unable to load recommendations.