ગોલ્ડ માર્કેટમાં ઐતિહાસિક ઉછાળો ! વૈશ્વિક બજારની અસર વચ્ચે સોનાએ વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો, આખરે કેમ વધી રહ્યા છે ‘ભાવ’?

સોમવાર એટલે કે 26 જાન્યુઆરી 2026 ના રોજ સોનું 5,100 ડોલર પ્રતિ ઔંસને પાર કરી ગયું અને નવા ઓલ-ટાઇમ હાઈ (સર્વોચ્ચ સપાટી) પર પહોંચી ગયું છે. એવામાં સવાલ એ છે કે, આખરે સોનાના ભાવ સતત કેમ વધી રહ્યા છે?

| Updated on: Jan 26, 2026 | 6:32 PM
1 / 9
રોકાણકારો શેરબજાર અથવા રિસ્કી એસેટ્સમાંથી નીકળીને ઝડપથી ગોલ્ડમાં શિફ્ટ થઈ રહ્યા છે, કારણ કે તેને દુનિયાનું સૌથી સુરક્ષિત સેફ હેવન માનવામાં આવે છે. આ જ કારણ છે કે, ગોલ્ડ સતત રેકોર્ડ બનાવી રહ્યું છે.

2 / 9
સોમવારે ગોલ્ડે વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં સ્પોટ ગોલ્ડની કિંમત 2.4% ઉછળીને 5,102 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગઈ. ત્યારબાદ Profit Booking હોવા છતાં પણ સોનું 5,086 ડોલર પર ટ્રેડ કરતું જોવા મળ્યું હતું. આનાથી સ્પષ્ટ છે કે, ગોલ્ડની માંગ માત્ર વધી જ નથી રહી પરંતુ સતત નવી ઊંચાઈઓ પર સર કરી રહી છે. ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ વાળા અમેરિકી ફ્યુચર્સ પણ 2.1% વધીને 5,087 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયા છે.

3 / 9
દુનિયાભરમાં આ તેજી પાછળનું સૌથી મોટું કારણ વધી રહેલું જીઓ-પોલિટિકલ ટેન્શન છે. ગ્રીનલેન્ડ, વેનેઝુએલા અને મિડલ ઈસ્ટમાં તાજેતરની હલચલને કારણે રોકાણકારો ફરી એકવાર સુરક્ષિત એસેટ્સ તરફ વળ્યા છે. આવી અનિશ્ચિતતાના સમયમાં ગોલ્ડને હંમેશા એક "સેફ હેવન" એટલે કે ભરોસાપાત્ર સંપત્તિ માનવામાં આવે છે.

4 / 9
HSBC એ તેના તાજેતરના રિપોર્ટમાં સ્પષ્ટપણે લખ્યું છે કે, ગ્રીનલેન્ડ સાથે જોડાયેલા જીઓ-ઇકોનોમિક મુદ્દાઓને કારણે સોના અને ચાંદી બંનેમાં તેજી વધુ મજબૂત બની શકે છે. માત્ર ગોલ્ડ જ નહીં સિલ્વર (ચાંદી) પણ ધમાકેદાર ઉછાળા સાથે ટ્રેડ થઈ હતી. સ્પોટ સિલ્વરની કિંમત 4.9% કૂદીને 107.9 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે. આની માંગ ઇન્ડસ્ટ્રિયલ સેક્ટર ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ અને સોલર ઉદ્યોગને કારણે મજબૂત બની રહી છે.

5 / 9
UBP (યુનિયન બેંકેર પ્રિવે) ના વિશ્લેષકોનું કહેવું છે કે, ગોલ્ડમાં તેજી માત્ર જીઓ-પોલિટિકલ કારણોસર જ નથી પરંતુ સંસ્થાગત (Institutional) અને રિટેલ એમ બંને પ્રકારના રોકાણકારોની સતત વધી રહેલી ખરીદીને કારણે પણ છે. UBP એ વર્ષ 2025 માટે ગોલ્ડનો ટાર્ગેટ 5,200 ડોલર પ્રતિ ઔંસ જણાવ્યો છે.  આનો અર્થ એ છે કે, કિંમતોમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે.

6 / 9
ગોલ્ડમેન સેક્સે પણ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગોલ્ડની માંગ હવે માત્ર જૂના સ્ત્રોત પૂરતી મર્યાદિત રહી નથી. પશ્ચિમી દેશોના ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ) હોલ્ડિંગ્સ વર્ષ 2025ની શરૂઆતથી અત્યાર સુધીમાં 500 ટન સુધી વધી ચૂક્યા છે. આ સાથે જ, હાઈ-નેટ-વર્થ ફેમિલીઝ તરફથી ફિઝિકલ ગોલ્ડ ખરીદવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. સરળ શબ્દોમાં, મેક્રો અને પોલિસી રિસ્કથી બચવા માટે હવે એક મજબૂત તેમજ "સ્ટીકી ડિમાન્ડ" (સ્થિર માંગ) ઊભી થઈ છે, જે લાંબા સમય સુધી ટકી શકે છે.

7 / 9
ગોલ્ડમેન સેક્સે તાજેતરમાં જ ડિસેમ્બર 2026 માટેના ગોલ્ડ પ્રાઇસ ફોરકાસ્ટ (સોનાના ભાવનો અંદાજ) માં પણ વધારો કર્યો છે. પહેલા આ અંદાજ 4,900 ડોલર હતો, જેને વધારીને હવે 5,400 ડોલર કરી દેવામાં આવ્યો છે. બેંકનું કહેવું છે કે, દુનિયાભરની આર્થિક અને પોલિસી સંબંધિત અનિશ્ચિતતાઓ જલ્દી ખતમ થવાની નથી. ખાસ કરીને ફિસ્કલ સસ્ટેનેબિલિટી (નાણાકીય સ્થિરતા) જેવા મુદ્દાઓ વર્ષ 2026 સુધી પણ પૂરી રીતે ઉકેલાશે નહીં. એવામાં આનો સીધો ફાયદો ગોલ્ડને મળતો રહેશે.

8 / 9
સૌથી મોટો સપોર્ટ સેન્ટ્રલ બેંકો (કેન્દ્રીય બેંકો) તરફથી મળી રહ્યો છે. ગોલ્ડમેન સેક્સના જણાવ્યા અનુસાર, ઊભરતી અર્થવ્યવસ્થાઓની સેન્ટ્રલ બેંકો દર મહિને અંદાજે 60 ટન ગોલ્ડ ખરીદી રહી છે, જે વર્ષ 2022 પહેલાની સરખામણીમાં ત્રણ ગણું વધારે છે. આવી સ્થિતિમાં, ગોલ્ડનો સંગ્રહ હમણાં રોકાવાનો નથી.

9 / 9
કુલ મળીને દુનિયાભરના જોખમો, નબળો પડતો વિશ્વાસ અને વધતું રિસ્ક આ બધાએ ભેગા મળીને સોનાને ફરીથી ‘કિંગ’ બનાવી દીધું છે. વર્તમાન પરિસ્થિતિ સૂચવે છે કે, ગોલ્ડની આ સુવર્ણ સફર હજુ વધુ લાંબી ચાલી શકે છે.