Gold Silver Rate : સોના અને ચાંદીના ભાવે નવો વિક્રમ સર્જ્યો ! રેકોર્ડ બ્રેક તેજીનો સિલસિલો યથાવત, રોકાણકારોને ખુશ કરી દીધા

સોના અને ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજીનો સિલસિલો યથાવત રહ્યો છે. મંગળવારે સોના-ચાંદીના ભાવે નવો વિક્રમ સર્જ્યો અને રોકાણકારોને ખુશ કરી દીધા.

| Updated on: Jan 27, 2026 | 8:35 PM
1 / 5
સોના અને ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજીનો સિલસિલો યથાવત રહ્યો છે. મંગળવારે સોના અને ચાંદીના ભાવે નવો વિક્રમ સર્જ્યો હતો. દિલ્હીના સર્રાફા બજારમાં આજે ચાંદીના ભાવ ₹40,500 (12.3 ટકા) ના રેકોર્ડ ઉછાળા સાથે ₹3,70,000 પ્રતિ કિલોગ્રામ (તમામ ટેક્સ સહિત) ની નવી ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા છે.

2 / 5
ગયા અઠવાડિયે શુક્રવારે ચાંદીનો ભાવ ₹3,29,500 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો. ચાંદીના ભાવમાં અગાઉ ક્યારેય એક જ દિવસમાં ₹40,500 નો વધારો જોવા મળ્યો નથી કે તેની કિંમત ₹3,70,000 પ્રતિ કિલોગ્રામના જાદુઈ આંકડા સુધી પહોંચી નથી.

3 / 5
ચાંદી ઉપરાંત, આજે દિલ્હીના સર્રાફા બજારમાં 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાના ભાવ પણ ₹7300 (4.6 ટકા) વધીને ₹1,66,000 પ્રતિ 10 ગ્રામની ઉચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. ગયા અઠવાડિયે શુક્રવારે સોનું ₹1,58,700 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. નિષ્ણાતોનું માનવું છે કે, વધતા જીઓ-પોલિટિકલ અને વ્યાપારિક તણાવ વચ્ચે રોકાણકારોની મજબૂત માંગ તેમજ વૈશ્વિક તેજીને કારણે બંને કિંમતી ધાતુઓ રેકોર્ડબ્રેક ઉછાળા સાથે નવી ઊંચાઈએ પહોંચી છે.

4 / 5
આંતરરાષ્ટ્રીય બજારમાં શુક્રવારે ચાંદીના ભાવ પહેલી વાર 100 ડોલર પ્રતિ ઔંસના સ્તરને પાર કરી ગયા છે. ચાંદીના હાજર ભાવ 8.55 ડોલર (8.24 ટકા) વધીને 112.41 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયા છે. અગાઉના સત્રમાં ચાંદી 14.42 ડોલર (14 ટકા) વધીને 117.73 ડોલર પ્રતિ ઔંસના નવા શિખરે પહોંચી હતી.

5 / 5
વૈશ્વિક બજારોમાં સોનામાં પણ તેજીનો સિલસિલો યથાવત રહ્યો અને સતત 7મા દિવસે તેમાં ઉછાળો જોવા મળ્યો. સોનું 79.13 ડોલર એટલે કે 1.58 ટકા વધીને 5087.48 ડોલર પ્રતિ ઔંસ થયું છે. આ પહેલા સોમવારે સોનું પહેલી વાર 5000 ડોલર પ્રતિ ઔંસના સ્તરને પાર કરીને 5110.24 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું.