
અમદાવાદમાં સોનાના ભાવની વાત કરીએ તો હાલ 24 કેરેટ ગોલ્ડનો ભાવ 77,510 પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનું 71,060ના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. 26 ડિસેમ્બરે 22 કેરેટ સોનાની કિંમતમાં ગઈકાલ 25 ડિસેમ્બર કરતા 100 રુપિયાનો વધારો થયો છે. જ્યારે અમદાવાદમાં ચાંદીની હાલના ભાવની વાત કરીએ તો 92,500 પ્રતિ કિલોના ભાવ પર ટ્રેડ થઈ રહ્યું છે.

સોનાની સાથે સાથે ચાંદીના વૈશ્વિક ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. કોમેક્સ પર ચાંદીની કિંમત 0.24 ટકા અથવા 0.07 ડોલરના વધારા સાથે 30.36 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. તે જ સમયે, ચાંદીની હાજર કિંમત 0.17 ટકા અથવા 0.05 ડોલરના વધારા સાથે 29.71 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.