Gold Silver: ETFમાં રોકાણ કરનારા રડ્યા પણ મ્યુચ્યુઅલ ફંડ વાળા હસ્યા! એક જ સેક્ટર તેમ છતાંય રિટર્નમાં જમીન-આસમાનનો તફાવત કેમ?

ચાંદીના ભાવે ₹4 લાખ પ્રતિ કિલોગ્રામનો ઓલ-ટાઈમ હાઈ તો બનાવી પરંતુ તે ત્યાંથી ઘટીને તે ₹2.15 લાખ સુધી આવી ગઈ છે. હવે આટલા મોટા ઘટાડાની સીધી અસર સિલ્વર ETF પર જોવા મળી રહી છે. જો કે, આની સરખામણીએ સિલ્વર મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને એટલો મોટો ફટકો પડ્યો નથી.

| Updated on: Feb 02, 2026 | 5:12 PM
1 / 13
છેલ્લા 5 દિવસમાં સિલ્વર ETF એ 2 દિવસની અંદર 20-20% ની લોઅર સર્કિટ લગાવી છે, જ્યારે તેની સામે સિલ્વર મ્યુચ્યુઅલ ફંડ્સ (MF) માત્ર 5-7% જેટલા જ ઘટ્યા છે. હવે સવાલ એ છે કે, આવું કેમ થઈ રહ્યું છે? આવી પરિસ્થિતિ બાદ શું તમારે સિલ્વર મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકવા જોઈએ કે સિલ્વર ETF માં?

2 / 13
સિલ્વર ETF માં વધુ ગ્રોથ છે કે સિલ્વર મ્યુચ્યુઅલ ફંડમાં? કયા રોકાણમાં જોખમ (Risk) વધારે છે? આ તમામ સવાલોના જવાબ આપવા અને આખી પ્રક્રિયાને સરળ ભાષામાં સમજાવવા માટે અમે ટાટા સિલ્વર ETF અને મ્યુચ્યુઅલ ફંડને ઉદાહરણ તરીકે રજૂ કર્યા છે.

3 / 13
ટાટા સિલ્વર ETF એ ટ્રેડિંગ પ્લેટફોર્મ જેવા કે એન્જલ વન (Angel One), ગ્રો (Groww), ધન (Dhan) વગેરે પર 29 જાન્યુઆરીએ ₹35.10 નો હાઈ બનાવ્યો. 01 ફેબ્રુઆરીએ આને ₹27.52 નો Low બનાવ્યો. ટૂંકમાં 29 જાન્યુઆરી 2026 થી લઈને 1 ફેબ્રુઆરી 2026 સુધીમાં ચાંદી આશરે 21.50% જેટલી ગગડી ગઈ.

4 / 13
એવામાં મ્યુચ્યુઅલ ફંડ જોઈએ તો, તેમાં ટાટા સિલ્વર ETF FOF ડાયરેક્ટ ગ્રોથ ફંડ (Tata Silver ETF FoF Direct Growth Fund), તો ફક્ત 12.50% જેટલા ગગડ્યો. હવે સવાલ એ છે કે, 29 જાન્યુઆરી 2026 થી લઈને 1 ફેબ્રુઆરી 2026ની વચ્ચે ટાટા સિલ્વર ETF 21.50% નીચે પડ્યો, તો ટાટા સિલ્વર ETF FOF ડાયરેક્ટ ગ્રોથ મ્યુચ્યુઅલ ફંડ કેમ ફક્ત 12.50% જેટલો જ નીચે આવ્યો?

5 / 13
સરળ ભાષામાં સમજીએ તો, જે ETF હોય છે (એટલે કે જેમના નામની પાછળ MF, FoF, ડાયરેક્ટ-ગ્રોથ કે રેગ્યુલર-ગ્રોથ નથી લખેલું હોતું), તેમને ખરીદવા અને વેચવાનો સમય નિફ્ટી (Nifty) તેમજ સેન્સેક્સ (Sensex) ના રેગ્યુલર માર્કેટ (9:15 થી 3:30) સમય મુજબ હોય છે, જ્યારે જેમના નામની પાછળ FoF, ડાયરેક્ટ-ગ્રોથ કે રેગ્યુલર-ગ્રોથ લખેલું હોય છે, તેને તમે ગમે ત્યારે (24*7) ખરીદી કે વેચી શકો છો.

6 / 13
અહીં એ સ્પષ્ટ છે કે, FoF ને મ્યુચ્યુઅલ ફંડ કહેવામાં આવે છે અને બિન-FoF વાળાને ફક્ત ETF કહેવામાં આવે છે. આથી, હવે આપણે આ સ્ટોરીમાં આગળ મ્યુચ્યુઅલ ફંડ માટે 'FoF' અને નોન-મ્યુચ્યુઅલ ફંડ માટે 'ETF' શબ્દનો ઉપયોગ કરીશું.

7 / 13
મળતી માહિતી મુજબ, કોઈપણ નવા મ્યુચ્યુઅલ ફંડ (MF) ના લોન્ચિંગ સમયે તેની કિંમત (NAV) હંમેશા ₹10 રાખવામાં આવે છે, જ્યારે તેની સામે ETF (Non-MF) ની કિંમત સામાન્ય રીતે ₹30 થી શરૂ થતી હોય છે. બીજી તરફ, ETF ની શરૂઆતની કિંમત ઘણીવાર એસેટના ભાવ અથવા ઇન્ડેક્સના ચોક્કસ ભાગ મુજબ નક્કી થાય છે, જે સામાન્ય રીતે ₹30 ની આસપાસ હોય છે.

8 / 13
ETF (Non-MF) ને એન્જલ વન (Angel One), ઝેરોધા (Zerodha), કાઈટ (Kite), ધન (Dhan) જેવા ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા જ ખરીદી કે વેચી શકાય છે, જ્યારે તેની સામે મ્યુચ્યુઅલ ફંડ (FoF) ને ફક્ત કેમ્સ (CAMS), કારવી (Karvy), થર્ડ પાર્ટી મ્યુચ્યુઅલ ફંડ એપ્સ (દા.ત. Coin) અથવા ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ કંપનીની વેબસાઇટ પરથી ખરીદી કે વેચી શકાય છે.

9 / 13
ETF (Non-MF) માં રોકાણ કરવામાં આવેલા નાણાંના 95% હિસ્સામાંથી વાસ્તવિક ચાંદી (Physical Silver) ખરીદવામાં આવે છે, જ્યારે બાકીના 5% રોકડ સ્વરૂપે રાખવામાં આવે છે, જેથી જ્યારે કોઈ રોકાણકાર પૈસા પાછા ખેંચવા (Withdrawal) માંગે ત્યારે તેને તરત ચૂકવણી કરી શકાય છે.

10 / 13
ધારો કે, તમે આજે સવારે 9:15 થી બપોરે 3:30 વાગ્યાની વચ્ચે એન્જલ વન પ્લેટફોર્મ પરથી ₹1000 ના ટાટા સિલ્વર ETF ખરીદ્યા. આ સ્થિતિમાં ફંડ મેનેજર ₹950 માંથી વાસ્તવિક ચાંદી ખરીદશે, જ્યારે ₹50 (5%) ને હોલ્ડ પર રાખશે, જેથી બીજા કોઈ રોકાણકારને પૈસા ઉપાડવા હોય તો કોઈ પણ અડચણ વગર ચૂકવણી કરી શકાય.

11 / 13
આની સામે, FoF ETF (MF) માં સીધી રીતે ફિઝિકલ ચાંદી ખરીદવામાં આવતી નથી. આના બદલે, આ મ્યુચ્યુઅલ ફંડનું નાણું સિલ્વરમાં ટ્રેડ કરતા બીજા ETF, લિક્વિડ ફંડ્સ અથવા ચાંદીના વ્યવસાય સાથે જોડાયેલી અન્ય કંપનીઓમાં રોકવામાં આવે છે. હવે આપણે તે સવાલના જવાબ પર આવીએ કે, મ્યુચ્યુઅલ ફંડ (FoF) ની સરખામણીએ નોન-મ્યુચ્યુઅલ ફંડ (ETF) કેમ વધુ ઘટે છે?

12 / 13
તેનો જવાબ એ છે કે, નોન-મ્યુચ્યુઅલ ફંડ ETF ના ફંડ મેનેજરે શેરબજારમાં દરરોજ વાસ્તવિક ચાંદીની ખરીદી અને વેચાણ કરવું પડે છે. બીજી તરફ, FoF (મ્યુચ્યુઅલ ફંડ) મેનેજર દરરોજ તમારા પૈસાથી ETF નથી ખરીદતો. આના બદલે, જ્યારે બજારમાં મોટી ગિરાવટ આવે છે, ત્યારે તે સસ્તા ભાવે તમારા પૈસાનું રોકાણ કરે છે. આ વ્યૂહરચનાને કારણે મ્યુચ્યુઅલ ફંડમાં ઘટાડો ઓછો થાય છે અને વળતર (Returns) વધુ સંતુલિત રીતે મળે છે. આની સામે નોન-મ્યુચ્યુઅલ ફંડ ETF માં તેજી ખૂબ ઝડપી જોવા મળે છે અને ઘટાડો પણ તેટલો જ તીવ્ર જોવા મળે છે.

13 / 13
વધુમાં, નોન-મ્યુચ્યુઅલ ફંડ ETF એક જ દિવસમાં 20% ઘટીને લોઅર સર્કિટ લગાવી શકે છે, જેવું કે આજે 2 ફેબ્રુઆરી 2026 ના રોજ જોવા મળ્યું છે. બીજીબાજુ FoF ETF (મ્યુચ્યુઅલ ફંડ) માં લોઅર કે અપર સર્કિટ જેવી કોઈ સિસ્ટમ હોતી નથી, જે તેને ટૂંકાગાળાના મોટા ઝટકાથી બચાવે છે.

Published On - 4:46 pm, Mon, 2 February 26