ગ્લોબલ માર્કેટ ધ્રૂજી ઉઠ્યું! ઈરાને કેવી રીતે બજારને હચમચાવી દીધું? આખરે આ ચિંતાનું મોટું કારણ શું?

ગ્લોબલ માર્કેટમાં ડરની લહેર ફેલાઈ ગઈ છે, કારણ કે ઈરાને વિશ્વભરના બજારોને હચમચાવી દીધું છે. હજુ સુધી લોકો આ તણાવ પાછળના મુખ્ય કારણને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

| Updated on: Jan 25, 2026 | 4:38 PM
1 / 7
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને આપવામાં આવેલી નવી ધમકીઓને કારણે સપ્લાય ખોરવાઈ જવાની ચિંતા વધી ગઈ છે. જો કે, ઈરાન વિશ્વનો કોઈ બહુ મોટો તેલ ઉત્પાદક (Oil Producer) દેશ નથી. Kpler ના જણાવ્યા અનુસાર, ઈરાન દરરોજ અંદાજે 34 લાખ બેરલ તેલનું ઉત્પાદન કરે છે.

2 / 7
આની સરખામણીમાં, અમેરિકા દરરોજ લગભગ 1 કરોડ 35 લાખ બેરલ અને સાઉદી અરેબિયા દરરોજ લગભગ 95 લાખ બેરલ તેલનું ઉત્પાદન કરે છે. આ આંકડા અમેરિકી ઉર્જા માહિતી વહીવટ (EIA-Energy Information Administration) અને ઓપેક (OPEC-Organization of the Petroleum Exporting Countries ) ના ડેટા પર આધારિત છે.

3 / 7
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનમાં તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શનો અને ત્યાંના ચલણ રિયાલ (Rial) માં થયેલા ભારે ઘટાડાએ ઉર્જા બજાર (Energy Market) ને હચમચાવી દીધું છે. ટ્રમ્પ દ્વારા એવા સંકેતો પણ આપવામાં આવ્યા હતા કે, અમેરિકા ઈરાનમાં સૈન્ય કાર્યવાહી કરી શકે છે, જેના કારણે બજારમાં ડરનો માહોલ ઊભો થયો છે.

4 / 7
RBC કેપિટલ માર્કેટ્સના ગ્લોબલ કોમોડિટી સ્ટ્રેટેજી હેડ હેલિમા ક્રોફ્ટના જણાવ્યા અનુસાર, તેલ બજાર હાલમાં ડરના આધારે ચાલી રહ્યું છે અને સૌથી મોટી ચિંતા સપ્લાય (પુરવઠા) માં અવરોધ આવવાની છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે બજારની બેચેનીમાં વધુ વધારો થયો છે.

5 / 7
ટ્રમ્પે ગુરુવારે પત્રકારોને જણાવ્યું હતું કે, 'અમેરિકા' ઈરાન પર નજર રાખી રહ્યું છે અને સાવચેતીના ભાગરૂપે ઘણા જહાજો તે દિશામાં મોકલવામાં આવી રહ્યા છે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે 28 ડિસેમ્બરથી શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો બાદ ઈરાનમાં 5,000 થી વધુ લોકોના મોત થયા છે. આવું હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ ન્યૂઝ એજન્સી (HRANA) નું કહેવું છે.

6 / 7
જો કે, હાલમાં બજારની અંદર તેલનો પુરવઠો પૂરતો છે પરંતુ ઓપેક (OPEC) અને તેના સહયોગી દેશો, જે વિશ્વના આશરે 40 ટકા તેલનું ઉત્પાદન કરે છે, તેમણે ગયા વર્ષે ઉત્પાદન વધાર્યું હતું. આ કારણે વધારાની ઉત્પાદન ક્ષમતા (Spare Capacity) ઘટી ગઈ છે. હેલિમા ક્રોફ્ટના જણાવ્યા અનુસાર, જો અમેરિકા-ઈરાન વચ્ચે સંઘર્ષ થાય અને ઈરાની તેલની નિકાસ બંધ થઈ જાય, તો ઓપેક પાસે તેની ભરપાઈ કરવા માટે બહુ ઓછા વિકલ્પો બચશે.

7 / 7
ઈરાનની ભૌગોલિક સ્થિતિ (Geographical Position) પણ ચિંતાનું મોટું કારણ છે. તે સાઉદી અરેબિયા જેવા મોટા તેલ ઉત્પાદક દેશોની નજીક આવેલું છે. ઈરાન Strait of Hormuz જેવા મહત્વના જળમાર્ગ પાસે સ્થિત છે, જ્યાંથી વિશ્વનું અંદાજે 20 ટકા કાચું તેલ પસાર થાય છે. વર્ષ 2019માં ઈરાને અહીં તેલના ટેન્કરો પર હુમલા પણ કર્યા હતા.