અમીર ગણાતા યુરોપમાં પણ છે ગરીબી, આ છે યુરોપના 10 સૌથી ગરીબ દેશ

|

Jun 26, 2024 | 8:04 PM

યુરોપનું નામ સાંભળતા જ લોકોના મનમાં પૈસા અને અમીરી આવી જાય છે. લક્ઝમબર્ગ હોય કે સ્વિટ્ઝર્લેન્ડ કે પછી નોર્વે, આપણું ધ્યાન મોટાભાગે યુરોપિયન દેશોની અમીરી પર જાય છે. પરંતુ સિક્કાની હંમેશા બે બાજુ હોય છે. કારણ કે યુરોપના ઘણા દેશોમાં લોકો ગરીબી, ભૂખમરો અને બેરોજગારીથી પણ પરેશાન છે. આજે અમે તમને યુરોપના 10 સૌથી ગરીબ દેશો વિશે જણાવીશું.

1 / 10
Ukraine : 3540 ડોલર માથાદીઠ આવક સાથે યુક્રેન યુરોપનો સૌથી ગરીબ દેશ છે. યુક્રેન એક સમયે યુએસએસઆરમાં બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતું હતું. પરંતુ રશિયા સાથેના યુદ્ધના કારણે યુક્રેન હાલ ગરીબીનો સામનો કરી રહ્યું છે.

2 / 10
Moldova : 4570 ડોલરની કુલ માથાદીઠ રાષ્ટ્રીય આવક સાથે મોલ્ડોવા યુરોપના સૌથી ગરીબ દેશોમાંનો એક છે. મોલ્ડોવાએ 1991માં સોવિયેત યુનિયનના પતન પછી રાજકીય અસ્થિરતા, આર્થિક પતન, વેપાર અવરોધો અને અન્ય મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. જેના કારણે હજુ પણ ગરીબીમાં જીવે છે.

3 / 10
Albania : અલ્બેનિયાની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક 5210 ડોલર છે. અલ્બેનિયા યુરોપનો ત્રીજો સૌથી ગરીબ દેશ છે. જો કે, કુદરતી સંસાધનો તેલ, કુદરતી ગેસ અને લોખંડ, કોલસો અને ચૂનાના પત્થર સહિતના ખનિજોને કારણે તેની અર્થવ્યવસ્થામાં સુધારો આવી રહ્યો છે.

4 / 10
North Macedonia : ઉત્તર મેસેડોનિયા યુરોપનો ચોથો સૌથી ગરીબ દેશ છે. સરકાર દ્વારા સફળતાપૂર્વક અમલમાં મુકવામાં આવેલી નીતિઓ છતાં ઉત્તર મેસેડોનિયામાં હજુ પણ લગભગ 16.6 ટકાનો ઉચ્ચ બેરોજગારી દર છે. ઉત્તર મેસેડોનિયાની માથાદીઠ આવક 5720 ડોલર છે.

5 / 10
Bosnia and Herzegovina : બોસ્નિયા અને હર્ઝેગોવિનાની વાર્ષિક માથાદીઠ આવક 6,090 છે. દેશ હજી પણ યુગોસ્લાવિયાથી સ્વતંત્રતા માટે સંઘર્ષ કરી રહ્યો છે. યુદ્ધના કારણે લોકો, માળખાકીય સુવિધાઓ અને અર્થવ્યવસ્થા ખાડે ગઈ છે. પરિણામે અનેક પરિવારો ગરીબીમાં જીવે છે.

6 / 10
Belarus : બીજા દેશોની જેમ બેલારુસને પણ યુએસએસઆરથી છૂટા પડ્યા બાદ આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો. પહેલા બેલારુસનું અર્થતંત્ર મજબૂત હતું અને તેનું જીવનધોરણ સારું હતું. ત્યાર બાદ બેલારુસનેઆર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને દેશની માથાદીઠ આવક ઘટીને 6,330 ડોલર પર આવી ગઈ છે.

7 / 10
Serbia : સર્બિયાની માથાદીઠ કુલ આવક 7,400 ડોલર છે. 2000 ના દાયકાની શરૂઆતથી 2008ની વૈશ્વિક મંદી સુધી સર્બિયાએ આઠ વર્ષનો આર્થિક વિકાસનો અનુભવ કર્યો હતો. જો કે, સર્બિયાની અર્થવ્યવસ્થા 2009માં મંદીમાં સપડાઈ હતી, હાલમાં લગભગ 25 ટકા સર્બિયનો ગરીબ છે. જો કે, સર્બિયાની આર્થિક પરિસ્થિતિ સતત સુધરી રહી છે.

8 / 10
Montenegro :  મોન્ટેનેગ્રોની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક 7,900 ડોલર છે. તેનું અર્થતંત્ર નાનું છે અને ઉર્જા ઉદ્યોગો પર ખૂબ નિર્ભર છે. શહેરી વિસ્તરણ અને વનનાબૂદીએ મોન્ટેનેગ્રોના કુદરતી સંસાધનોનો નાશ કર્યો છે, જેનાથી ગરીબી દર રાષ્ટ્રીય સરેરાશ 8.6 ટકા કરતા લગભગ છ ગણો વધારે છે.

9 / 10
Bulgaria : બલ્ગેરિયામાં ગરીબીનું સૌથી મોટું કારણ કદાચ દેશ પર 2008ની નાણાકીય કટોકટીની અસર છે. 2009માં અર્થતંત્રમાં 5.5 ટકાનો ઘટાડો થયો હતો, જેનું મુખ્ય કારણ સીધા વિદેશી રોકાણ અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ઘટાડો હતો. ત્યારથી તેમાં સુધારો આવ્યો નથી. હાલ બલ્ગેરિયાની માથાદીઠ આવક 9500 ડોલર છે.

10 / 10
Romania : રોમાનિયા 2007માં યુરોપિયન યુનિયનમાં જોડાયું. તેની અર્થવ્યવસ્થા વધતી હોવા છતાં, તે યુરોપના સૌથી ગરીબ દેશોમાંનો એક છે. રોમાનિયાની સામાજિક પ્રણાલીઓમાં ખામીઓ છે, જેના કારણે લોકો સરકારી સહાયનો દુરુપયોગ કરે છે, જેના પરિણામે સહાય એવા પરિવારો સુધી પહોંચી શકતી નથી જેમને તેની સૌથી વધુ જરૂર છે. હાલ હાલ રોમાનિયાની માથાદીઠ આવક 12,600 ડોલર છે.

Next Photo Gallery