ગીરસોમનાથ: પ્રભાસતીર્થમાં ગીતા જયંતિની ભક્તિભાવ પૂર્વક કરાઈ ઉજવણી- જુઓ તસ્વીરો
ગીરસોમનાથ: પ્રભાસતીર્થ જે ભગવાન શ્રીકૃષ્ણના અંતિમ દેહોત્સર્ગ તીર્થ તરીકે પણ જાણીતુ છે ત્યાં ગીતા જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. જેમાં ગીતા પૂજન ગીતાજીના પાઠ અને શ્રીકૃષ્ણની અંતિમ ચરણ પાદુકાનું પૂજન કરાયુ હતુ.
1 / 5
પ્રભાસતીર્થમા ગીતા જયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી. જેમા ગીતા પૂજન અને ગીતાજીના પાઠ કરવામાં આવ્યા હતા.
2 / 5
શ્રીકૃષ્ણની અંતિમ ચરણ પાદુકાનું પૂજન કરવામાં આવ્યુ. પ્રભાસ તીર્થના ગોલોકધામ જ્યાંથી ભગવાન શ્રીકૃષ્ણએ તેમની માનવલીલાને વિરામ આપી નિજધામ પ્રસ્થાન કર્યુ એ ગીતા મંદિરે ગીતાજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી.
3 / 5
સોમનાથ ટ્રસ્ટના જે ડી પરમારે ગીતાજીનું પૂજન તેમજ આરતી કરી હતી. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી તેમજ સોમનાથ ટ્રસ્ટ સંચાલિત સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોએ ગીતાજીના પાઠ કર્યા હતા.
4 / 5
ગીતામંદિર કે જ્યાં પ્રત્યેક સ્તંભ પર ગીતાજીના અધ્યાય લખવામાં આવ્યા છે જે દર્શાવે છે કે ગીતાજીની જ્ઞાન ધારા માનવતા, સંસ્કૃતિ અને ધર્મ ના આધાર રૂપે વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે.
5 / 5
આ પ્રસંગે ટ્રસ્ટી જે.ડી.પરમાર દ્વારા ગોલોકધામ તીર્થના કેન્દ્રમાં બિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણની ચરણ પાદુકાનું ભવપૂર્વક પૂજન કરી અભિષેક કરવામાં આવેલ. જેનો મોટી માત્રામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો તેમજ આવનાર દરેક ભકતોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યુ.