
જોકે અહીં અનેક દુર્ઘટનામાં અનેક યાત્રિકોએ દરિયામાં ડૂબી જવાથી જીવ ગુમાવ્યા છે. ચોપાટી પર દરિયામાં ન જવા કલેકટરનું જાહેરનામું પણ બહાર પડેલું હોય આમ છતાં ભારે માત્રામાં યાત્રિકો પરિવાર સાથે દરિયાના મોજા માણવાનું ચૂકતા નથી. ત્યારે બિચારા અજાણ્યા યાત્રિકોને ક્યાં ખબર હોય છે કે જે પાણીમાં તે મોજ માણી રહ્યા છે તે તો પ્રભાસ પાટણ શહેરની ગટરના પાણી સાથે જોડાયેલું પાણી છે.

અરબી સમુદ્રના ઉછળતા મોજા સાથે શહેરની ગટરનું પાણી ભળી રહ્યાનું યાત્રિકોને ધ્યાને આવે છે ત્યારે યાત્રિકોમાં ભારે કચવાટ ફેલાઈ રહ્યો છે. યાત્રિકો વિનમ્રભાવે જણાવી રહ્યા છે કે જે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ આપણા વડાપ્રધાન મોદી છે અને ટ્રસ્ટી અમિત શાહ છે ત્યારે આ ચૂક કેમ??તાકીદે આ બાબતે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા આ બાબતે યોગ્ય કરાય તે જરૂરી છે.

વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુંડિયાએ જણાવ્યુ કે વેરાવળ પાટણ જોડીયા શહેર પૌરાણિક છે અને આ શહેરોનું પાણી અનાદિકાળથી દરિયામાં જ જાય છે પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા ભૂગર્ભ ગટર યોજના મળતા વેરાવળ પાટણ શહેરની ત્રણ તબક્કાની કામગીરી પૂર્ણ થઈ છે.

હવે તમામ ઘર ધરાવતા લોકોના ગટર કનેક્શન ટૂંક સમયમાં ભૂગર્ભ ગટર સાથે જોડાશે. અને દરિયામાં આજ સુધી જતું ગટરનું પાણી અટકાવી શકાશે. પરંતુ આ સમય ક્યારે આવશે ?? તે બાબતે યાત્રિકોમાં પણ આશંકા છે. Input Credit- Yogesh Joshi- Gir Somnath
Published On - 11:50 pm, Sat, 7 October 23