
કલેકટર એ જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળો અને પ્રવાસનની જગ્યાએ નાગરિકો અને પ્રવાસીઓ કચરો અને ગંદકી ન ફેલાવે અને સ્થળો ને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સ્વચ્છતાના અભિયાનમાં સહભાગી થાય તે માટેની અપીલ કરી હતી.

સ્વચ્છતા બાબતે કલેક્ટરે જણાવ્યું હતું કે, ‘જંગલ એ પ્રકૃતિની અમૂલ્ય દેન છે. જંગલમાં ફરવા આવતાં પ્રવાસીઓ વેફર, કોલ્ડ્રિંક્સની ખાલી બોટલ્સ, નકામી કોથળીઓ અને અન્ય કચરો જ્યાં ત્યાં ફેંકી જંગલ વિસ્તારને પ્રદૂષિત ન કરે, કચરો કચરાપેટીમાં જ નાખે અને અમૂલ્ય એવી પ્રાકૃતિક સંપદા જાળવવા માટે પોતાનો ફાળો આપે. Input Credit- Yogesh Joshi- Gir Somnath