લવિંગ, એલચી કે આદુવાળી ચા? શિયાળામાં કઈ ચા છે વધુ ફાયદાકારક, જાણો
શિયાળાની ઋતુમાં જ્યારે પારો ગગડે છે, ત્યારે ગરમાગરમ ચાની ચુસ્કી માત્ર મનને તાજગી જ નથી આપતી, પરંતુ જો તેમાં યોગ્ય ઘટકો ઉમેરવામાં આવે તો તે ઔષધિ સમાન બની જાય છે. આયુર્વેદ અને નિષ્ણાતોના મતે, શિયાળામાં સાદી ચાને બદલે લવિંગ, એલચી અને આદુનો ઉપયોગ કરવાથી અનેક રોગો સામે રક્ષણ મળે છે. આ ત્રણેય ઘટકો પોતાની રીતે વિશિષ્ટ ગુણો ધરાવે છે, જે ઠંડી સામે લડવાની સાથે રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. ચાલો જાણીએ, શિયાળાની કઈ ચા તમારા સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
એલચીવાળી ચાના ફાયદા: એલચીવાળી એલચી ચા ઉનાળા માટે સારી છે. એલચી ઠંડી તાસિરની હોય છે, પરંતુ શિયાળામાં, એલચીનો ઉપયોગ આદુ અને અન્ય મસાલા સાથે ભેળવીને ચામાં ઉપયોગ કરી શકાય છે. એલચીવાળી ચા પાચન માટે સારી માનવામાં આવે છે. એલચીમાં ગેસ અને એસિડિટી વિરોધી ગુણધર્મો હોય છે. એલચી ખાવાથી શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં મદદ મળે છે. લીલી એલચી ગરમી અને પિત્તની તકલીફ, જેમ કે બળતરા અને એસિડિટી ઘટાડે છે. તે મનને આરામ આપે છે અને ઊંઘ પણ સારી આવે છે.
5 / 5
Disclaimer: આ માહિતી સામાન્ય જાણકારી માટે છે. કોઈપણ આરોગ્ય સંબંધિત ફેરફાર કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.