
વિદેશ પ્રધાન બેરબોકે આ સુધારાને વહીવટી ક્ષેત્રમાં "સાચી ક્રાંતિ" તરીકે વર્ણવ્યું હતું, જે યુરોપના સૌથી આધુનિક ઇમિગ્રેશન કાયદાઓ સાથે સુસંગત છે. આનાથી જર્મની સ્પર્ધાત્મક વૈશ્વિક અર્થતંત્ર તરીકે તેની ઓળખને વધુ મજબૂત બનાવવામાં સક્ષમ બનશે.

આગળ બીજા ક્યા ફેરફારો થશે? : ફેડરલ ફોરેન ઓફિસ (Federal Foreign Office) હાલમાં વધુ સુધારાઓ પર કામ કરી રહી છે. આ અંતર્ગત પરિવારો અને અધિકૃત પ્રતિનિધિઓ માટે સંયુક્ત અરજીની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. આ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દર્શાવે છે કે જર્મની ભવિષ્યમાં ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપવા માંગે છે અને એવા લોકોને આમંત્રિત કરવા માંગે છે જેઓ દેશના અર્થતંત્ર અને ટેક્નોલોજી ક્ષેત્રમાં યોગદાન આપી શકે.

જર્મનીની આ ડિજિટલ વિઝા પહેલ જેઓ શિક્ષણ, નોકરી અથવા પરિવારને મળવાના હેતુથી જર્મની આવવા માગે છે તેમને ઘણો ફાયદો થશે. આનાથી જર્મન કંપનીઓ માટે વૈશ્વિક પ્રતિભા સુધી પહોંચવામાં સરળતા રહેશે અને વિઝા પ્રક્રિયામાં થતા વિલંબમાં પણ ઘટાડો થશે.