
ATGLનો પ્રોજેક્ટ અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. કંપની ધીમે ધીમે કુદરતી ગેસ સાથે ગ્રીન હાઇડ્રોજન મિશ્રણને પાંચ ટકા અને આખરે આઠ ટકા સુધી વધારશે અને તેના સપ્લાયને શાંતિગ્રામથી આગળ અમદાવાદના અન્ય ભાગોમાં અને છેવટે અન્ય વિસ્તારોમાં વિસ્તારશે.

ATGLએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ આપણા કાર્બન ઉત્સર્જનને ઘટાડવા અને સ્વચ્છ ઉર્જા ઉકેલો તરફ આગળ વધવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. કુદરતી ગેસ સાથે હાઇડ્રોજનને જોડીને અમે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરી રહ્યા છીએ, ઊર્જા સુરક્ષા વધારી રહ્યા છીએ અને ટકાઉ વિકાસને સમર્થન આપી રહ્યા છીએ. ATGLના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સુરેશ પી મંગલાનીએ જણાવ્યું હતું કે કંપનીની આ અગ્રણી પહેલ ભારતના ઉર્જા લેન્ડસ્કેપને ડીકાર્બોનાઇઝ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.