
હિંદુ ધર્મમાં ગરુડ પુરાણને ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવ્યો છે. આમાં માત્ર મૃત્યુ સાથે જોડાયેલું સત્ય જ નહીં પરંતુ જીવન, કર્મ, પાપ-પુણ્ય અને મૃત્યુ પછી મળતી સજાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

હિંદુ ધર્મમાં પત્નીને 'અર્ધાંગિની' કહેવામાં આવી છે અને પત્નીનું સન્માન કરવું એ પતિનો ધર્મ જ નહીં પરંતુ કર્તવ્ય પણ છે. એવામાં જે વ્યક્તિ પત્ની પર અત્યાચાર કરે છે, તેના માટે ગરુડ પુરાણમાં પહેલાથી જ સજા નક્કી છે.

ગરુડ પુરાણ અનુસાર, પત્નીને દુઃખ આપનાર કે તેનું અપમાન કરનાર વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે અને મૃત્યુ પછી તેણે નરક ભોગવવું પડે છે. ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, પત્નીને કષ્ટ આપનારી કે માનસિક રીતે પ્રતાડિત કરનારી વ્યક્તિને નરકમાં ભયંકર યાતનાઓ સહન કરવી પડે છે. તેને ત્યાં સુધી યાતનાઓ આપવામાં આવે છે, જ્યાં સુધી તેને પોતાના ખરાબ કર્મોનું પ્રાયશ્ચિત ન થઈ જાય.

એવું કહેવાય છે કે, પત્ની પર જુલમ/અત્યાચાર કરનાર વ્યક્તિને મૃત્યુ પછી જો ફરીથી મનુષ્ય યોનિમાં જન્મ મળે છે, તો પણ તેણે કષ્ટ અને મુશ્કેલીઓ ભોગવવી પડે છે. વધુમાં તેને જીવનભર સન્માન મળતું નથી.

જણાવી દઈએ કે, પત્ની પર અત્યાચાર કરવો, અપમાન કરવું, તેને માનસિક રીતે પ્રતાડિત કરવી કે પત્નીની ભાવનાઓને અવગણવી એ પણ પાપ જ માનવામાં આવે છે.