
ભોજન કરતા પહેલા તેનો અમુક ભાગ ઈશ્વરને અર્પણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. સાથે જ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિ ભૂખ્યા ન રહે તે માટે ભોજનનું વિતરણ કરવું ધાર્મિક તથા માનવીય કર્તવ્ય ગણાય છે. (Credits: - Canva)

જે માણસ પોતાની શક્તિ અનુસાર નિયમિત દાન આપવાની આદત રાખે છે, તેના જીવનમાં ઊભી થતી મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી જાય છે અને માર્ગ સરળ બનતો રહે છે. (Credits: - Canva)

દરેક વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું એક વખત પોતાના કર્મો પર મનન કરવું જોઈએ. એ સમયે તેણે દિવસે કરેલા સારા કાર્ય અને થયેલી ભૂલો વિશે વિચારી આત્મમંથન કરવું જરૂરી છે. (Credits: - Canva)

આત્મવિચારની પ્રથા દ્વારા માણસ માત્ર પોતાની ખામીઓમાં સુધારો લાવી શકતો નથી, પરંતુ તે જીવનમાં આગળ વધવા અને સફળતા મેળવવા માટેનો માર્ગ પણ શોધી શકે છે. નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે. (Credits: - Canva)