
ગણપતિને મોદકનો નૈવેદ્ય ધરાવવામાં આવે છે. એ તો આપણે જાણીએ જ છે. પરંતુ ગણપતિને 21 મોદકનો જ નૈવેદ્ય શા માટે ધરાવવામાં આવે છે? અને 21 દુર્વા જ શા માટે અર્પણ કરવામાં આવે છે? શું તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે? (Image Source | Unsplash)

ગણપતિને 21 મોદકનો નૈવેદ્ય શા માટે અર્પણ કરવામાં આવે છે, તે અંગે માન્યતા છે કે 21માં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, પંચપ્રાણ, પંચમહાભૂત અને એક મનનો સમાવેશ થાય છે. (Image Source | Unsplash)

પાંચ જ્ઞાનેન્દ્રિય એટલે નાક, કાન, આંખ, ત્વચા અને જીભ. આ પાંચ ઇન્દ્રિયોના માધ્યમથી આપણે દુનિયા સાથે સંપર્ક અને સંવાદ કરીએ છીએ. (Image Source | Unsplash)

પાંચ કર્મેન્દ્રિય એટલે ઉપસ્થ, પાયુ, પગ, હાથ અને વાક્ એટલે કે વાણીનું અંગ. આના માધ્યમથી આપણે વિવિધ પ્રકારનાં કર્મો કરીએ છીએ. (Image Source | Unsplash)

પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન આ પાંચને પંચપ્રાણ કહેવામાં આવે છે. પૂજાવિધિ દરમિયાન પણ આપણે આ પાંચ પંચપ્રાણનો ઉલ્લેખ વારંવાર સાંભળીએ છીએ. (Image Source | Unsplash)

પંચમહાભૂત એટલે પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ. આ તમામ પર અધિરાજ્ય કરતું આપણું મન છે. (Image Source | Unsplash)

આ તમામનું પ્રતીક માનીને 21 દુર્વા ગણપતિને અર્પણ કરવામાં આવે છે. તેનો ભાવાર્થ એવો માનવામાં આવે છે કે, ‘હે દેવ, સમગ્ર વિશ્વ તમને અર્પણ કર્યું છે; હવે બીજું શું જોઈએ?’ (Image Source | Unsplash)

આ જ કારણ સાથે જોડાયેલી પરંપરા અનુસાર ગણપતિને 21 મોદકનો નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. જોકે, કેટલીક જગ્યાએ ગણપતિને નૈવેદ્ય તરીકે 11 મોદક ધરાવવાની પણ પરંપરા જોવા મળે છે. (Image Source | Unsplash)

નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | Unsplash)