Ganesh Chaturthi 2026: ચોકલેટથી લઈને માવા સુધી, ગણેશોત્સવમાં બાપ્પા માટે બનાવો 5 અનોખા મોદક, પ્રસાદમાં ઉમેરાશે ખાસ મિઠાશ

ગણેશ ચતુર્થીના પાવન પર્વે બાપ્પાને માત્ર એક જ સ્વાદનો પ્રસાદ કેમ ધરાવવો? પરંપરાગત રીતથી લઈને બાળકોના ફેવરિટ સ્વાદ અને હેલ્ધી ડ્રાયફ્રુટ્સ સુધી—એવી કઈ 5 અનોખી વેરાયટી છે જે આ વખતે તમારા ભોગને બનાવશે એકદમ ખાસ? જાણો મોદકની સિક્રેટ રેસિપી.

| Updated on: Sep 08, 2026 | 8:05 PM
1 / 6
14 સપ્ટેમ્બર 2026ના રોજ ગણેશ ચતુર્થીની સાથે જ 10 દિવસીય ગણપતિ મહોત્સવની ધામધૂમથી શરૂઆત થઈ જશે. આ પાવન દિવસો દરમિયાન તમે ગણપતિ બાપ્પાને અલગ-અલગ પ્રકારના સ્વાદિષ્ટ મોદકનો ભોગ ધરાવીને પ્રસન્ન કરી શકો છો. ચાલો જાણીએ આ પાંચ અનોખા મોદક વિશે.

2 / 6
પરંપરાગત ઉકડીચે મોદક (Ukadiche Modak): ગણેશ ઉત્સવમાં મહારાષ્ટ્રની ઓળખ સમાન પરંપરાગત 'ઉકડીચે મોદક'નો પ્રસાદ અચૂક ધરાવવો જોઈએ. આ મોદક બનાવવા માટે બહારનું પડ ચોખાના લોટમાંથી તૈયાર કરવામાં આવે છે. તેની અંદર ગોળ, છીણેલું નાળિયેર અને ખસખસનું પૂરણ (સ્ટફિંગ) ભરવામાં આવે છે. આ મોદકમાં ગોળની ભરપૂર મીઠાશ સાથે સહેજ મીઠાનો હળવો સ્વાદ તેને એકદમ લાજવાબ બનાવે છે.

3 / 6
સ્વાદિષ્ટ ચોકલેટ મોદક: બાળકોને ચોકલેટ ખૂબ જ પ્રિય હોય છે, તેથી છેલ્લા થોડા વર્ષોમાં ચોકલેટ મોદકનો ક્રેઝ ઘણો વધ્યો છે. તમે પણ આ વખતે બાપ્પા માટે ચોકલેટ મોદક તૈયાર કરી શકો છો. તેને લાવા કેકની જેમ અંદરથી ચોકલેટ મેલ્ટ થાય તેવા બનાવી શકાય છે અથવા તો અંદર ડ્રાયફ્રૂટ્સ, સીડ્સ અને નટ્સનું પૂરણ ભરીને ક્રિસ્પી ટ્વિસ્ટ પણ આપી શકો છો.

4 / 6
માવા-કેસરી મોદક: જો તમે ઝટપટ અને રીચ સ્વાદવાળો પ્રસાદ બનાવવા માંગતા હોવ, તો માવાના કેસરી મોદક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ માટે માવાને થોડીવાર ધીમી આંચે શેકી લો. ત્યારબાદ તેને ઠંડો થવા દઈને સ્વાદ અનુસાર દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરો. હવે તેને મોદકના સંચામાં નાખી આકાર આપો. 1 ચમચી હૂંફાળા પાણી કે દૂધમાં પલાળેલું કેસર આ મોદક પર ગાર્નિશિંગ માટે લગાવો.

5 / 6
સુગર-ફ્રી હેલ્ધી ડ્રાયફ્રૂટ્સ મોદક : ડ્રાયફ્રૂટ્સના મોદક સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. તેને બનાવવા માટે વિવિધ નટ્સ (કાજુ, બદામ, પિસ્તા) ને દેશી ઘીમાં શેકી લો અને થોડા વાટીને કરકરા રાખો તથા થોડાનો ઝીણો પાવડર બનાવી લો. ત્યારબાદ ખજૂરના બીજ કાઢી તેની પેસ્ટ બનાવો અને તેને ઘીમાં સાંતળી લો. હવે ખજૂરની પેસ્ટમાં નટ્સનો પાવડર ભેળવી લોટ જેવું કણિક તૈયાર કરો. તેને મોદકના મોલ્ડમાં ભરી વચ્ચે કરકરા ડ્રાયફ્રૂટ્સનું પૂરણ ભરી લો. ખાંડ વગરના આ પૌષ્ટિક મોદક તૈયાર થઈ જશે.

6 / 6
પાન ફ્લેવર મોદક: જો તમારે મોદકમાં કંઈક એકદમ નવો અને તાજગીભર્યો પ્રયોગ કરવો હોય, તો પાનનો ટ્વિસ્ટ આપી શકો છો. પરંપરાગત મોદકનો ચોખાનો લોટ તૈયાર કરી, તેની અંદર ગુલકંદ, વરિયાળી, નાળિયેરનું છીણ, ટૂટી-ફ્રૂટી અને ઝીણાં સમારેલા કે ક્રશ કરેલા નાગરવેલના પાનનું મિશ્રણ ભરીને સ્ટીમ કરી લો. ઘણા લોકો આ પૂરણને માવા સાથે પણ મિક્સ કરીને અનોખો પાન-માવા મોદક બનાવે છે.

Follow Us
Loading...
Unable to load recommendations.