શું તમે પણ ફ્રિજમાં ઘણા દિવસો સુધી દહીં સ્ટોર કરી રાખો છો? જાણો કેટલા દિવસ પછી તે બને છે ઝેર સમાન!

દહીંનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. તે માત્ર ભોજનનો સ્વાદ વધારવાનું કામ જ નથી કરતું, પરંતુ પેટ અને ત્વચા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે દહીંને આખરે કેટલા દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકાય?

| Updated on: Oct 06, 2026 | 10:59 AM
1 / 7
દહીંનું સેવન કોઈ એક સીઝન પૂરતું મર્યાદિત નથી. શિયાળો, ઉનાળો અને ચોમાસું તમામ ઋતુઓમાં દહીંનું સેવન કરવામાં આવે છે. નિષ્ણાતોના મતે, દહીં પ્રોટીનની સાથે કેલ્શિયમનો પણ સારો સ્ત્રોત છે. તેમાં રહેલા પ્રીબાયોટિક્સ ગટ હેલ્થ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. (Image Source | iStock)

2 / 7
ઘણા ઘરોમાં દહીંનો વધુ ઉપયોગ થતો હોવાથી લોકો બજારમાંથી મોટી માત્રામાં દહીં ખરીદીને ફ્રિજમાં સ્ટોર કરે છે. જેથી જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય. પરંતુ યોગ્ય માહિતીના અભાવે દહીં ખરાબ થઈ જાય ત્યારે મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેથી એ જાણવું જરૂરી છે કે દહીંને કેટલા દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકાય. (Image Source | iStock)

3 / 7
જો તમે ઘરે બનાવેલું દહીં ફ્રિજમાં સ્ટોર કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે તેને વધુમાં વધુ 6થી 7 દિવસ સુધી જ સ્ટોર કરવું જોઈએ. (Image Source | iStock)

4 / 7
બીજી તરફ, બજારમાંથી ખરીદેલું સીલબંધ દહીંનું પેકેટ પર દર્શાવેલી એક્સપાયરી ડેટ સુધી ઉપયોગ કરી શકાય છે. એક્સપાયરી ડેટ બાદ તેનો ઉપયોગ કરવાથી દહીં ખરાબ થઈ જાય છે. સામાન્ય રીતે બજારમાં મળતું દહીં 5થી 7 દિવસ સુધી જ સુરક્ષિત રહી શકે છે. (Image Source | iStock)

5 / 7
ફ્રિજમાં સ્ટોર કરેસું દહીં ખરાબ થયું છે કે નહીં તે જાણવા માટે કેટલીક બાબતોને તપાસવી જરૂરી છે. દહીંમાંથી આવતી ખાટી વાસ અને ગંધ હોય દહીં ખરાબ થવાનું સંકેત હોઈ શકે છે. તેનો રંગ પીળો પડી ગયો હોય અથવા દહીંની સપાટી પર કાળા રંગની ફૂગ દેખાતી હોય, તો સમજી લો કે દહીં ખરાબ થઈ ગયું છે. (Image Source | iStock)

6 / 7
દહીંને લાંબા સમય સુધી યોગ્ય રીતે સ્ટોર કરવા માટે તેને એરટાઇટ કન્ટેનરમાં રાખો. જ્યારે પણ દહીં લેવું હોય ત્યારે હંમેશા સ્વચ્છ અને સૂકા ચમચાનો ઉપયોગ કરવો જોઈએ. ઉપરાંત દહીંને લાંબા સમય સુધી ફ્રિજની બહાર રાખવું નહીં અને જરૂરિયાત કરતાં વધુ દહીં સ્ટોર કરવાનું ટાળવું. (Image Source | iStock)

7 / 7
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | iStock)

Follow Us
Loading...
Unable to load recommendations.